Get The App

સોનું વધી રૂ.81,500 તથા ચાંદી રૂ.92,000 : ક્રૂડ પણ ફરી ઉંચકાયું

- વૈશ્વિક સોનામાં ઓચિંતી તેજી વચ્ચે ભાવ ૨૭૦૦ ડોલરને પાર

- દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
સોનું વધી રૂ.81,500 તથા ચાંદી રૂ.92,000 : ક્રૂડ પણ ફરી ઉંચકાયું 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી ઝડપથી આગળ વધી હતી.  વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે  કરન્સી બજારમાં રૂપિયો ફરી ગબડતાં  ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  આ દરમિયાન, સોના-ચાંદીની ઈમ્પોર્ટ  ડયુટી પણ વધી આવી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

 આવી ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં સોનામાં ૧૦ ગ્રામના ૮૪૦થી વધી ૮૫૮ ડોલર થઈ છે જ્યારે ચાંદીમાં કિલોદીઠ ૯૫૯થી વધી ૯૬૧ ડોલર થઈ છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૨૬૮૫થી ૨૬૮૬ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૨૭૧૧થી ૨૭૧૨ થઈ ૨૭૦૪થી ૨૭૦૫ ડોલર રહ્યા હતા. 

ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજાર બે દિવસના ઉતરાણના બંધ પછી૪ આજે ખુલી હતી તથા સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૧૩૦૦ તથા ૯૯.૦૯૦ના રૂ.૮૧૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના  રૂ.૧૦૦૦ વધી રૂ.૯૨૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૨૯.૯૯થી ૩૦.૦૦ વાળા વધી  ૩૦.૯૧ થઈ ૩૦.૬૧થી ૩૦.૬૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા  હતી.

દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૪ ટકા વધ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ૯૪૩થી ૯૪૪ વાળા નીચામ  ૯૩૮ તથા ઉંચામાં ૯૪૯ થઈ ૯૪૧થી ૯૪૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૯૬૦થી ૯૬૧ વાળા નીચામાં ૯૫૫ તથા ઉંચામાં ૯૬૮ થઈ ૯૫૭ થી ૯૫૮ ડોલર રહ્યા હતા.

 વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૦.૦૬ વાળા વધી ૮૫.૨૭ થઈ ૮૧.૪૧ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૭.૭૪ વાળા વધી ૮૦.૫૯ થઈ ૭૯.૪૦ ડો લર રહ્યા હતા. હમાસ, ગાઝાના સંદર્ભમાં યુદ્ધ વિરામના પ્રશ્ને ઈઝરાઈલના વડાપ્રધાને શંકા બતાવતાં ત્યાંની કેબીનેટ યુદ્ધ વિરામના નિર્ણય પાછો ઠેલ્યાના વાવડ મળ્યા હતા. આની અસર વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પર દેખાઈ હતી. 

દરમિયાન, મુંબઈ બુલીયન  બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૮૧૧૦ વાળા વધી રૂ.૭૮૮૬૭ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૪૨૪ વાળા રૂ.૭૯૧૮૪ રહ્યા હતા જ્યા૩રે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૯૫૫૦ વાળા રૂ.૯૧૭૮૪ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાંજીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

bbullion

Google NewsGoogle News