Get The App

સોનું ઉછળી રૂ.81,000: રૂપિયો તૂટતાં ઈમ્પોર્ટ કોસ્ટ વધી : ચાંદીમાં આંચકો

- ક્રૂડતેલ ઉછળી ૮૧ ડોલર ઉપર જતાં પાંચ મહિનાની ટોચ દેખાઈ

- વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
સોનું  ઉછળી  રૂ.81,000: રૂપિયો તૂટતાં  ઈમ્પોર્ટ કોસ્ટ વધી : ચાંદીમાં આંચકો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ ઉચંકાયા હતા. જ્યારે ચાંદી વધ્યા ભાવથી ઘટાડા પર રહી હતી. વિશ્વ બજારમાં જો કે સોનાના ભાવ વધ્યા મથાળેથી ઝડપી ઘટાડા પર રહ્યા હતા પરંતુ ઘરઆંગણે કરન્સી બજારમાં  ડોલર સામે રૂપિયો ગબડી સનવા તળિયે ઉતરી જતાં ઝવેરી બજારમાં ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચી રહેતાં સોનાના ભાવનો પતંગ ઉતરાણ પૂર્વે તેજીના પંથે ચડયો હોવાનું બજારના  સૂત્રોએ જણાવ્યું હતું. 

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૦ ઉછળી ૯૯.૫૦ના રૂ.૮૦૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૧૦૦૦ને આંબી ગયા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૧૦૦૦ બોલાઈ રહ્યા હતા. 

જો કે વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધતાં તથા બોન્ડ યીલ્ડ પણ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હતું તથા તેના પગલે વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૬૮૯થી ૨૬૯૦ ડોલર વાળા તૂટી નીચામાં ભાવ ૨૬૬૪ થઈ ૨૬૭૧થી ૨૬૭૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૩૦.૪૦થી ૩૦.૪૧ વાળા નીચામાં ૨૯.૫૬ થઈ ૨૯.૮૧થી ૨૯.૮૨  ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૮૬.૬૦ની નવી ટોચે પગોંચ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૭૮૦૦ વાળા રૂ.૭૮૦૩૬ થઈ રૂ.૭૭૯૯૪ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૮૧૦૦ વાળા રૂ.૭૮૩૫૦ થઈવ ૭૮૩૦૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૩૫૦ વાળા રૂ.૯૦૧૫૦ સુધી રૂ.૮૯૮૦૦ના મથાલે બંધ રહ્યા હતા.વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં તેજી આગળ વધતાં ભાવ વધી પાંચ મહિનાની ટોચે પહોંચી ગયા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૯.૭૬ વાળા ઉછલી ઉંચામાં ૮૧ પાર કરી ૮૧.૬૮ થઈ ૮૧.૨૬ ડોલર રહ્યા હતા.

યુએસ ક્રૂડના ભાવ ૭૬.૫૭ વાળા વધી ૭૮.૫૮ થઈ ૭૮.૨૬ ડોલર રહ્યા હતા. અમેરિકાએ રશિયા તથા ઈરાનના ઓઈલ પર નવા પ્રતિબંધો લાદતાં વૈશ્વિક સપ્લાય ખોરવાશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના  ભાવ ૯૫૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ૯૪૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે ધીમો સુધારો બતાવતા હતા.

bullion

Google NewsGoogle News