સોનું વધી રૂ. 82,000 નજીક : ચાંદીમાં 1,000નો કડાકો : ક્રૂડમાં ઝડપી પીછેહટ
- ગાઝા યુદ્ધ વિરામને ઈઝરાયલની કેબિનેટે મંજૂરી આપતાં ક્રૂડમાં ઘટાડો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. સોનામાં તેજી આગળ વધી હતી ચાંદીના ભાવ વધ્યા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૨૭૦૪થી ૨૭૦૫ વાળા ઉંચામાં ૨૭૧૭થી ૨૭૧૮ તથા નીચામાં ૨૭૦૨થી ૨૭૦૩ થઈ ૨૭૦૭થી ૨૭૦૮ ડોલર રહ્યાના સમાચાર હતા.
ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૧૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૧૭૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ગબડી રૂ.૯૧૦૦૦ના મથાળે ઉતરી ગયા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૦.૬૨ વાળા ૩૦.૩૮ ડોલર રહ્યા હતા. બજાર પાછળ ઘરઆંગણે ચાંદીમાં ઉછાળે માનસ આજે વેચવાનું જોવા મળ્યું હતું.
વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પણ આજે ઘટયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૮૧.૪૧ વાળા ઉંચામાં ૮૧.૯૩ થયા પછી નીચામાં ભાવ ૮૧.૯૩ થયા પછી નીચામાં ભાવ ૮૦.૯૫ થઈ ૮૧.૯૩ ડોલર રહ્યા હતા.
ગાઝા યુદ્ધ વિરામ માટે ઈઝરાયલની કેબિનેટે મંજૂરી આપ્યાના સમાચાર મળ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૯.૪૦ વાળા ઉંચામાં ૭૯.૪૪ તથા નીચામાં ૭૮.૫૦ થઈ ૭૮.૬૮ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૪૩ ડોલર રહ્યા હતા. ભાવ ઉંચામાં ૯૫૩ તથા નીચામાં ૯૩૯ થઈ ૯૪૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૭ ટકા તૂટયા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૭૮૮૬૭ વાળા વધી રૂ.૭૮૯૮૧ થઈ રૂ.૭૮૯૨૨ રહ્યા હતા.
જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૯૧૮૪ વાળા રૂ.૭૯૨૯૯ થઈ રૂ.૭૯૨૩૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૧૭૮૪ વાળા રૂ.૯૦૭૫૫ થઈ રૂ.૯૦૮૨૦ રહ્યા હતા.