Get The App

સોનું વધી રૂ.81,000 નજીક: ચાંદી રૂ.93,000ને પાર : ક્રૂડ વધી 74 ડોલર

- રશિયાની સરકાર હસ્તકની ઓઈલ કંપની ભારતમાં દૈનિક પાંચ લાખ બેરલ્સ ક્રૂડતેલની સપ્લાય કરશે એવા નિર્દેશો

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
સોનું વધી રૂ.81,000 નજીક: ચાંદી રૂ.93,000ને પાર : ક્રૂડ વધી 74 ડોલર 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વૈશ્વિક ભાવ વધતાં ગરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હતી. દરમિયાન, કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલર ઉંચકાતાં તેની અસર પણ ઝવેરી બજાર પર તેજીની જોવા મળી હતી. 

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામદીઠ રૂ.૮૧ હજાર નજીક બોલાતા થયાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાની ચર્ચા હતા.  વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાની ચર્ચા હતી.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૯૬તી ૨૬૯૭ વાળા વધી ઉંચામાં ૨૭૨૬ ડોલર થઈ ૨૭૦૮થી ૨૭૦૯ ડોલર રહ્યાના નિર્દેશો  હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે લગ્નસરાની મોસન વચ્ચે ભાવ ઉછળતાં ઝવેરીઓ ચિંતિત જણાયા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૦૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૦૭૦૦ બોલાતા થયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૯૩ હજાર પાર કરી રૂ.૯૩૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૧.૬૮ વાળા ઉંચામાં ૩૨.૩૩ થઈ ૩૧.૮૨થી ૩૧.૮૩ ડોલર બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, ચીનમાં અર્થતંત્રને સપોર્ટ કરવા સરકાર નવા સ્ટીમ્યુલ્સ પ્રોગ્રામ બનાવી રહ્યાના સમાચાર હતા.  આની અસર ચાંદી, કોપર તથા ક્રૂડતેલના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૭ ટકા વધ્યા હતા. દરમિયાન, બ્રેન્ટ ક્રૂડના  ભાવ વધી બેરલના ઉંચામાં ૭૪ ડોલર થઈ ૭૩.૬૦ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૭૦.૭૨ થઈ ૭૦.૪૬ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ઘટયાના  વાવડ હતા. ત્યાં કેનેડાથી આવતી ક્રૂડની આયાત પણ ઘટયાની ચર્ચા હતી.

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના વધી રૂ.૭૭૮૩૪ તથા ૯૯.૯૦ના વધી રૂ.૭૮૧૪૭ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૯૩૩૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના વધી ૯૫૩ થઈ ૯૩૭થી ૯૩૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ૧૦૦૦ ડોલર નજીક પહંચી ૯૯૯ થઈ ૯૮૧થી ૯૮૨ ડોલર રહ્યા હતા. 

રશિયાની સરકાર હસ્તકની  રોસનેક્ટ ઓઈલ કંપનીએ ભારતના ઓઈલ રિફાઈનરીને રિલાયન્સને દૈનિક પાંચ લાખ બેરલ્સ ક્રૂડતેલની સપ્લાય કરવાના સકરાર કર્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી. આ દસ વર્ષના કરાર થયા છે.

bullion

Google NewsGoogle News