Get The App

સોનું વધુ ઉંચકાઈ રૂ.87500ની નવી ટોચેઃ જો કે ચાંદીમાં ઘટાડો થયો

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
સોનું વધુ ઉંચકાઈ રૂ.87500ની નવી ટોચેઃ જો કે ચાંદીમાં ઘટાડો થયો 1 - image


- વૈશ્વિક સોનામાં ઘરઆંગણે ડોલર પાછળ આગેકૂચ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ વધતા અટકી વિશ્વ બજાર પાછળ ઘટાડા પર રહ્યા હતા. સોનાના ભાવ સવારે ઉંચા ખુલ્યા પછી ધીમા ઘટાડા પર રહ્યા હતા. સોનાના ભાવ સવારે ઉંચા ખુલ્યા પછી ધીમા ઘટાડા પર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રમના વધુ રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૭૨૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૭૫૦૦ બોલાતા  નવો રેકોર્ડ નોંધાયો હતો. જો કે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૯૪૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૮૭૦થી ૨૮૭૧ વાળા નીચામાં ૨૮૪૯ તથા ઉંચામાં ૨૮૭૩ થઈ ૨૮૬૮થી ૨૮૬૯ ડોલર  રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં  તથા બોન્ડ યીલ્ડ પણ વધતાં વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ આવી રહ્યાના સમાચાર મળ્યા હતા.સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૨.૪૧થી ૩૨.૪૨ વાળા નીચામાં  ૩૧.૮૦ થઈ ૩૨.૦૮થી ૩૨.૦૯ ડોલર રહ્યા હતા.  ઘરઆંગણાના ઝવેરી બજારો વિશ્વ બજારને અનુસરતા જોવા મળ્યા હતા. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયો વધુ તૂટતાં તથા ડોલર વધુ ઉંચકાતાં  ઝવેરી બજારના આંતરપ્રવાહો તેજી તરફી જળવાઈ રહ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવપ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૪૩૧૮ વાળા રૂ.૮૪૩૩૩ લથઈ રૂ.૮૪૨૭૪ રહ્યા હતા જયારે  ૯૯.૯૦ના ભાવ રૂ.૮૪૬૫૭ વાળા રૂ.૮૪૬૭૨ થઈ રૂ.૮૪૬૧૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૫૪૨૫ વાળા તૂટી ૯૪૭૬૨ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૯૮૪થી ૯૮૫ વાળા નીચામાં ૯૭૮ તથા ઉંચામાં ૯૯૩ થઈ ૯૯૧થી ૯૯૨ ડોલ ર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૦૩થી ૧૦૦૪ વાળા નીચામાં ૯૭૮ થઈ ૯૯૦થી ૯૯૧ ડોલર રહ્યા હતા. 


Google NewsGoogle News