સોનું રૂ.1100 વધી રૂ.75000ને પાર : ચાંદી રૂ.2000 ઉછળી રૂ.86000 બોલાઈ

- અમેરિકામાં વ્યાજ કપાત પૂર્વે ડોલરમાં પીછેહટ વચ્ચે સોનામાં રેકોર્ડ તેજી :

- વૈશ્વિક સોનું વધુ ૫૦ ડોલર ઉછળી નવી ટોચે પહોંચ્યું

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
સોનું રૂ.1100 વધી રૂ.75000ને પાર : ચાંદી રૂ.2000 ઉછળી રૂ.86000 બોલાઈ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ખાસ્સી તેજી બતાવતા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં આજે વધતા ભાવોએ વેચનારા ઓછા તથા લેનારા વધુ જેવી સ્થિતિ જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૫૨૪થી ૨૫૨૫ ડોલરવાળા વધી ઉંચામાં ૨૫૭૫થી ૨૫૭૬ ડોલર સુધી પહોંચ્યા હતા. 

ચાંદી, કોપર, ક્રૂડ, પ્લેટીનમ તથા પેલેડીયમ પણ ઉંચકાયું

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૧૦૦ ઉછળ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ  રૂ.૧૫૦૦ ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાની ચર્ચા સંભળાઈ હતી. ક્રૂડતેલ ઉંચકાતાં તેની અસર પણ સોનાના ભાવ પર જોવા મળી હતી.

અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૂ.૭૫૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૫૩૦૦ રહ્યા હતા.અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૮૬૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૮.૮૪થી ૨૮.૮૫ વાળા વધી ૩૦ ડોલર પાર કરી ભાવ ૩૦.૧૯થી ૩૦.૨૦ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૬૧થી ૯૬૨ વાળા વધી ૯૯૭થી ૯૯૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૩૧થી ૧૦૩૨ વાળા વધી ૧૦૬૫ થઈ ૧૦૫૬થી ૧૦૫૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૧૫ ટકા વધ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૪૬ વાળા વધી ૭૨.૭૯થી ૭૨.૮૦ ડોલર રહ્યા હતા.

જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૮.૨૩ વાળા વધી ૬૯.૯૭ થઈ ૬૯.૯૫ ડોલર રહ્યા હતા. ગલ્ફ ઓર મેક્સિકોમાં વાવાઝોડાના પગલે ક્રૂડતેલના ઉત્પાદનને અસર પડયાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૫૧૪ વાળા વધી રૂ.૭૨૭૫૨ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૮૦૧ વાળા વધી રૂ.૭૩૦૪૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૩૧૮૮ વાળા વધી રૂ.૮૬૧૦૦ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.


bullion

Google NewsGoogle News