Get The App

અમદાવાદમાં સોનું ફરી વધી રૂ.79,000: ચાંદીમાં 2000નો કડાકો

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં સોનું ફરી વધી રૂ.79,000: ચાંદીમાં 2000નો કડાકો 1 - image


- ફુગાવામાં વૃદ્ધી વચ્ચે સોનામાં બેતરફી ઉછળકૂદ

- પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ બેતરફી ચાલ: અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ઘટતાં ક્રૂડ ઘટયા ભાવથી ઉંચકાયું

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી વધી આવ્યા હતા. ચાંદીના ભાવ બેતરફી વધઘટ વચ્ચે એકંદરે દબાણ હેઠળ જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૫૩થી ૨૬૫૪ વાલા નીચામાં ૨૬૨૧થી ૨૬૪૪થી ૨૬૪૫ ડોલર રહ્યાના સમાચાર હતા. અમેરિકામાં જીડીપીના આંકડા સારા આવતાં તથા ત્યાં કન્ઝયુમર સ્પેન્ડીંગ વધતાં ફુગાવો પણ વધતાં ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા ઘટતાં વિશ્વ બજારમાં સોનામાં તથા કરન્સી બજારમાં ઉછળકૂદ દેખાઈ હતી. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૮૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૯૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઘટી રૂ.૮૮ હજાર રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૦.૪૬થી ૩૦.૪૭ વાળા નીચામાં ૨૯.૬૪ થઈ ૩૦.૦૯થી ૩૦.૧૦ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૮૭૦ વાળા રૂ.૭૫૬૧૨ ખુલી રૂ.૭૫૯૮૧ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૬૧૭૫ વાળા રૂ.૭૫૯૧૬ થઈ રૂ.૭૬૨૮૭ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૮૪૩૦ વાળા રૂ.૮૭૧૯૭ થઈ રૂ.૮૭૯૦૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ઉંચકાતાં તેની અસર ઝવેરી બજાર પર આજે પોઝીટીવ દેખાઈ હતી.  દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔઔંશના નીચામાં ૯૨૭ થઈ ૯૩૩થી ૯૩૪ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના નીચામાં ૯૭૩ થઈ ૯૮૨થી ૯૮૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવમાં ધીમો ઘટાડો દેખાયો હતો. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૭૩.૨૦ વાળા નીચામાં ૭૨.૩૮ થઈ ઉંચામાં ૭૩.૪૯ થઈ ૭૩.૨૫ ડોલર રહ્યા હતા. 

સરકારે ઈમ્પોર્ટ ડયૂટી ઘટાડતા

નેપાળમાં સોનાના ભાવમાં 16,000 નેપાળી રૂપિયાનો ઘટાડો નોંધાયો

અમદાવાદ : નેપાળમાં સરકારની એક પોલિસીમાં ફેરફારને કારણે સોનું એકાએક સસ્તું થઈ ગયું છે. એક જ દિવસમાં સોનાના ભાવ રૂ. ૧૫,૯૦૦ પ્રતિ તોલા (૧૧.૬૬ ગ્રામ) ઘટી ગઈ છે. નેપાળ સરકારે સોનાની આયાત પરની કસ્ટમ ડયુટી ઘટાડીને અડધી કરી દીધી છે. ભારતમાં સોનાના ઈમ્પોર્ટ ટેક્સમાં ફેરફાર બાદ હવે નેપાળ સરકારે કસ્ટમ ડયુટી ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી છે. ભારતમાં આ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદી પરની આયાત ડયૂટી ૧૫ ટકાથી ઘટાડીને ૬ ટકા કરી હતી અને તેના કારણે સોનું લગભગ ૬૦૦૦ રૂપિયા સસ્તું થયું હતુ.

નેપાળમાં સોના પરની કસ્ટમ ડયુટી ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરાતા હોલમાર્ક સોનાની કિંમત પ્રતિ તોલા ૧,૬૭,૨૦૦ રૂપિયાથી ઘટીને ૧,૫૧,૩૦૦ રૂપિયા પ્રતિ તોલા થઈ ગઈ હતી. 

નેપાળમાં સરકારે સોનાની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડયા પછી ત્યાં સોનાના ભાવમાં તોલાદીઠ  ભાવ રૂ.૧૫૯૦૦ (નેપાળી રૂપિયામાં) તૂટી ગયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ભારતમાં ડયુટી ઘટાડાયા પછી હવે નેપાળમાં પણ ડયુટી ઘટાડવામાં આવી છે. જો કે નેપાળમાં ભાવ તૂટવા છતાં ભારતમાં ત્યાંથી સોનાની દાણચોરી વધવાની કોઈ શક્યતા જણાતી નથી એવું જાણકારો જણાવી રહ્યા હતા. એક નેપાળી રૂપિયા બરાબર ૬૩ ભારતીય પૈસા ગણાય છે. તે જોતાં ભારતના રૂપિયામાં ગણતા આ ભાવ ઘટાડો ભારતના રૂપિયામાં રૂ.૧૦,૦૫૬ ગણાય છે. 


Google NewsGoogle News