સોનું ફરી વધી રૂ.79,000 પાર : ક્રૂડમાં આગેકૂચ વચ્ચે ભાવ 75 ડોલર નજીક
- સરકારે સોના-ચાંદીની ટેરીફ વેલ્યુમાં ઘટાડો કરતાં દેશમાં કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટયાના નિર્દેશો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં આગેકૂચ દેખાઈ હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૧૧થી ૨૬૧૨ વાળા ઉંચામાં ૨૬૨૬થી ૨૬૨૮ થઈ ૨૬૨૪થી ૨૬૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડો એક્ટીવ બાયર રહ્યા હતા.
દરમિયાન, ઘરઆગણે કરન્સી બજારમાં ડોસર સામે રૂપિયો વધુ તૂટતાં તેની અસર પણ દેશના ઝવેરી બજારોમાં પોઝીટીવ જોવા મળી હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૯૦૦૦ તતા ૯૯.૯૦ના રૂ.૭૯૨૦૦ રહ્યા હતા.
જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૬૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૮.૯૨થી ૨૮.૯૩ વાળા નીચામાં ૨૮.૭૭ તથા ઉંચામાં ૨૯.૦૩ થઈ ૨૮.૯૦થી ૨૮.૯૧ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૮૫૭ વાળા રૂ.૭૬૨૭૬ તથા ૯૯.૯૦ના રૂ.૭૬૧૬૨ વાળા રૂ.૭૬૫૮૩ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૬૦૧૭ વાળા રૂ.૮૫૯૦૦ થઈ રૂ.૮૬૦૫૫ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલ વધી બેરલના ૭૫ ડોલર નજીક પહોંચતા તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી.
વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૪.૫૨ વાળા ઉંચામાં ૭૪.૮૯ થઈ ૭૪.૬૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૧.૫૬ વાલા ઉંચામાં ૭૨.૦૨ થઈ ૭૧.૭૨ ડોલર રહ્યા હતા. ઓપેકની મલનારી મિટિંગ પર બજારની નજર હતી. ચીનના મેન્યુફેકટરીંગ ક્ષેત્રના આંકડા સારા આવ્યા હતા. જોકે વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૬૨ ટકા ઘટયા હતા.
દરમિયાન ભારતમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યાના તથા તેના પગલે ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આવી ટેરીફ વેલ્યુ સોનામાં ડોલરના સંદર્ભમાં ૧૦ ગ્રામના ૮૬૪થી ઘટી ૮૪૦ ડોલર થઈ છે જ્યારં ચાંદીની કિલોદીઠ ૧૦૩૬ વાળી ૯૫૯ ડોલર કરાઈ છે. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઘટી ૯૦૭થી ૯૦૮ ડોલર જ્યારે પેલેડીયમના વધી ૯૧૨થી ૯૧૩ ડોલર રહ્યા હતા.