Get The App

સોનું વધી રૂ.૮૨૦૦૦ પાર: ક્રૂડમાં કડાકો : યુએસમાં ઉત્પાદન વધારવા ટ્રમ્પના સંકેત

- ટ્રમ્પના આગમન વચ્ચે વૈશ્વિક સોનું ઉછળ્યું જ્યારે ક્રૂડ તૂટયું

- ટેરીફની ચિંતા વચ્ચે કોપર. પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં ઘટાડો: યુએસ વેનેન્ઝુએલાનું ક્રૂડ નહિ ખરીદે એવા નિર્દેશો

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
સોનું વધી રૂ.૮૨૦૦૦ પાર:  ક્રૂડમાં કડાકો :  યુએસમાં ઉત્પાદન વધારવા  ટ્રમ્પના સંકેત 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં ફંડોનું બાઈંગ વધ્યાના  વાવડ હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૭૦૬થી ૨૭૦૭ વાળા વધી ૨૭૩૨ થઈ ૨૭૨૬થી ૨૭૨૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા.  

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતાં  ભાવ ઉંચા બોલાતા થયા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૧૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૨૧૦૦ બોલાતા થયા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૦૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૦.૨૩ વાળા ૩૦.૭૩ થઈ ૩૦.૬૧થી ૩૦.૬૨ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૯૦૨૭ વાળા રૂ.૭૯૧૩૫ જ્યારે ૯૯.૯૦ના રૂ.૭૯૩૪૫ વાળા રૂ.૭૯૪૫૩ રહ્યા હતા  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૨૦૦ વાળા રૂ.૯૧૦૭૫ વાળા રૂ.૯૦૫૩૩ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે જડપી તૂટયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૦.૬૫ વાળા નીચામાં ૭૮.૫૫ થઈ ૭૮.૯૨ ડોલર રહ્યા હતા.  જ્યારે યુએસ ક્રૂડના  ભાવ ૭૮.૦૨ વાળા નીચામાં ૭૫.૮૬ થઈ ૭૫.૯૭ ડોલર રહ્યા હતા.

ટ્રમ્પે અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન વધારવા તથા વ્યુહાત્મક સ્ટોક વધારવાના સંકેતો આપ્યા હતા. વેનેન્ઝુએલાનું ક્રૂડ આયાત નહિં કરવાનું પણ અમેરિકાના પ્રમુખ નક્કી કર્યાના વાવડ મળ્યા હતા. ગાઝા યુદ્ધ વિરામની અસર પણ વૈશ્વિક ક્રૂડના ભાવ પર દેખાઈ હતી.

 દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ નીચામાં ૯૩૬ થઈ ૯૪૩થી ૯૪૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૮૧ ટકા તૂટયા હતા. દરમિયાન, સોનાના ભાવ તાજેતરમાં સ્પોટ ભાવ કરતાં ફોરવર્ડ ભાવ ઉંચા રહેતાં હતા તે સ્થિતિ હવે પલટાતાં હાજર ભાવ ઉંચા તથા તેની સામે ફોરવર્ડ ભાવ નીચા જેવી સ્થિતિ દેખાતી થયાનું ઘરઆંગણાના બજારના  સૂત્રોએ જણાવ્યું હતું.

bullion

Google NewsGoogle News