Get The App

સોનું ઉછળી રૂ.79,000 ઉપર : વિશ્વ બજારમાં બેતરફી વધઘટ

- પ્લેટીનમ કરતાં પેલેડીયમના ભાવ સસ્તા થઈ ગયા : પેલેડીયમમાં ઝડપી ઘટાડો

- દક્ષિણ-ભારતમાં ઓઈલ રિફાઈનિંગમાં ૧૧ અબજ ડોલરનું રોકાણ કરાશે

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
સોનું ઉછળી રૂ.79,000  ઉપર : વિશ્વ બજારમાં બેતરફી વધઘટ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ ઉંચકાયા હતા. કરન્સી બજારમાં રૂપિયામાં નવો કડાકો બોલાતાં તથા ડોલરના ભાવ ઝડપી ઉછળતાં સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ વધી છે અને તેના પગલે ઝવેરી બજારમાં આજે ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા.  અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૮૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૯૧૦૦ રહ્યા હતા. 

અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ વધી રૂ.૮૮૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૨૫થી ૨૬૨૬ વાળા ઉંચામાં ૨૬૩૮ તથા નીચામાં ૨૬૨૩ થઈ ૨૬૨૬થી ૨૬૨૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૯.૬૯થી ૨૯.૭૦ વાળા ઇંચામાં ૨૯.૮૯ તથા નીચામાં ૨૯.૫૪ થઈ ૨૯.૫૫થી ૨૯.૫૬ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૪૦થી ૯૪૧ વાળા ઉંચામાં ૯૪૩ તથા નીચામાં ૯૩૫ થઈ ૯૩૬ ડોલર  રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૪૨થી ૯૪૩  વાળા નીચામાં ૯૧૮ થઈ ૯૨૧થી ૯૨૨ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં આજે ફરી પ્લેટીનમ કરતાં પેલેડીયમના ભાવ નીચા ઉતરી ગયા હતા. દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ ૦.૨૨ ટકા નરમ હતા. 

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૩.૯૭ વાળા નીચામાં ૭૩.૦૫ થઈ ૭૩.૯૭થી ૭૩.૯૮ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવ ૭૦.૫૦ વાળા નીચામાં ૬૯.૪૪ તથા ઉંચામાં ૭૦.૩૬ થઈ ૭૦.૩૫ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૬૦૩૦ વાળા રૂ.૭૬૩૨૮ થઈ રૂ.૭૬૧૩૦ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૬૩૩૬ વાળા રૂ.૭૬૬૩૫ થઈ રૂ.૭૬૪૩૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૮૦૪૦ વાળા રૂ.૮૮૪૩૪ થઈ રૂ.૮૭૮૩૧ રહ્યા હતચા. મુંબઈ સોના-ચાંદીના જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  દરમિયાન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતમાં નવા રિફાઈનિંગ એકમમાં આશરે ૧૧ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવનાર છે.

bullion

Google NewsGoogle News