Get The App

સોનામાં ફરી પીછેહટ: ચાંદી રૂ.1,000 તૂટી:ખાનગીમાં રૂપિયો તળિયેથી ઉંચકાયો

- વૈશ્વિક કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં ઘટાડાની ચાલ

- અમેરિકામાં ક્રૂડતેલના સ્ટોકમાં નોંધાયેલો ઘટાડો

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
સોનામાં ફરી પીછેહટ: ચાંદી રૂ.1,000 તૂટી:ખાનગીમાં રૂપિયો તળિયેથી ઉંચકાયો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. વિશ્વબજારના સમાચાર ઘટાડો બતાવતા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૫૨ વાળા ઘટી રૂ.૮૫.૪૬ બોલાઈ રહ્યા હતા. 

વિશ્વબજારમાં ડોલરનાં વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૮.૧૩ વાળો નીચામાં ૧૦૭.૭૬ થઈ છેલ્લે ૧૦૮.૦૧ રહ્યાના સમાચાર હતા. અમેરિકામાં જોબલેસ કલેઈમ્સ બેરોજગારીના દાવા ૧૦૦૦ ઘટી ૨ લાખ ૧૯ હજાર આવ્યાના સમાચાર હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૨૬થી ૨૬૨૭ વાળા નીચામાં ૨૬૧૧ થઈ છેલ્લે ૨૬૨૧થી ૨૬૨૨ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ બજાર ભાવમાં પીછેહટ દેખાઈ હતી.

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૮૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૯૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦૦ તૂટી રૂ.૮૭૫૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૨૯.૫૫થી ૨૯.૫૬ વાળા નીચામાં ૨૯.૩૨ થઈ છેલ્લે ૨૯.૩૮થી ૨૯.૩૯ ડોલર રહ્યા હતા.

વિશ્વજારમાં કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ પીછેહટ જોવા મળી હતી.વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૧૩ ટકા નરમ હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૩૫થી ૯૩૬ વાળા નીચામાં ૯૧૮ થઈ છેલ્લે ભાવ ૯૨૫થી ૯૨૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૨૧થી ૯૨૨ વાળા નીચામાં ૯૧૦ થઈ છેલ્લે ૯૧૬થી ૯૧૭ ડોલર રહ્યા હતા.

જોકે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ દેખાઈ હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૩.૯૭ વાળા વધી ૭૪.૨૯ થઈ છેલ્લે ભાવ ૭૪.૧૭ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૦.૩૫ વાળા ઉંચામાં ૭૦.૭૫ થઈ ૭૦.૬૦ ડોલર રહ્યા હતા. ચીનના સ્ટીમ્યુલસ પર બજારની નજર હતી.

યુએસ એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ ત્યાં ક્રૂડતેલનો સ્ટોક ૪૨ લાખ બેરલ્સ ઘટી ૪૧૬૮ લાખ બેરલ્સ થયો છે. પાંચ વર્ષના સરેરાશ સ્ટોકની સરખામણીએ આ સ્ટોક પાંચટકા ઓછો મનાયો હતો. જોકે ત્યાં સરકાર દ્વારા રચવામાં આવેલો સ્ટ્રેટેજીક પેટ્રોલીયમ રિઝર્વ ૨ લાખ ૬૦ હજાર બેરલ્સ વધી ૩૯૩૩ લાખ બેરલ્સ થયાના પણ સમાચાર આવ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૬૧૩૦ વાળા ઘટી રૂ.૭૬૦૦૦ જ્યારે ૯૯.૯૦ના રૂ.૭૬૪૩૬ વાળા  રૂ.૭૬૩૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૭૮૩૧ વાળા રૂ.૮૭૧૫૦ રહ્યા હતા. 


bullion

Google NewsGoogle News