જન્માષ્ટમી દિવસે સોનાના ભાવમાં નજીવો વધારો, ચાંદીની ચળકાટ વધી, જાણો લેટેસ્ટ અપડેટ્સ
Gold Silver Price Today: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે આજે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દેશભરમાં સોનાની કિંમત સરેરાશ રૂ. 71709 પ્રતિ 10 ગ્રામ (જીએસટી વિના) પર ક્વોટ થઈ રહી છે, જ્યારે ચાંદી રૂ. 85430 પ્રતિ કિગ્રાથી વધુની સપાટીએ પહોંચ્યું છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, શનિવારે અમદાવાદમાં સોનાની કિંમત રૂ. 74000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 86000 પ્રતિ કિગ્રા હતી. આજે અમદાવાદ બુલિયન માર્કેટ બંધ છે.
આ પણ વાંચોઃ અમદાવાદ ચાંદીમાં રૂ.2000નો ઉછાળો
આ રીતે પણ ભાવ જાણી શકો છો
સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવા માટે તમે IBJAને 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. જેમાં એસએમએસ મારફત ભાવ મળશે. આ સિવાય તમે www.ibja.co તથા ibjarates.comની વેબસાઈટ પર લેટેસ્ટ ભાવ જોઈ શકો છો. નોંધ લેવી કે, ઉપરોક્ત જણાવેલ માહિતી મુજબ આપવામાં આવેલ સોના-ચાંદીના ભાવમાં ટેક્સ (જીએસટી) અને મેકિંગ ચાર્જ લાગુ નથી. જેથી રાજ્યવાર સોના-ચાંદીના ભાવ અલગ-અલગ હોઈ શકે છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ
IBJA મુજબ, અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત રૂ. 66990 પ્રતિ 10 ગ્રામ (જીએસટી અને મેકિંગ ચાર્જ વિના), જ્યારે 24 કેરેટ સોનાની કિંમત રૂ. 73080 પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનાની કિંમત રૂ. 54810 પ્રતિ 10 ગ્રામ છે.