સોનાના ભાવ આજે કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળશે નહીં, જાણો કારણ અને કિંમત વિશે લેટેસ્ટ અપડેટ્સ
Gold Price Today: દેશના ટોચના કોમોડિટી માર્કેટ એક્સચેન્જ એમસીએક્સ ખાતે આજે સવારના ટ્રેડિંગ સેશનમાં કિંમતી ધાતુમાં તેજી જોવા મળી છે. ઓગસ્ટ 2024ની એક્સપાયરી માટેનો ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ 10 ગ્રામ દીઠ રૂ. 71,575ના ભાવે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં ઈન્ટ્રાડે હાઈ રૂ. 71,692ને સ્પર્શ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, COMEX સોનાનો ભાવ ઔંસ દીઠ $2,340 આસપાસ હતો, જ્યારે સ્પોટ ગોલ્ડનો ભાવ $2,325 પ્રતિ ઔંસ હતો.
ગઈકાલે બકરી ઈદના કારણે એમસીએક્સ ખાતે મોર્નિંગ સેશન બંધ રહ્યા હતાં. અમદાવાદમાં ગઈકાલે સોના (999)નો ભાવ રૂ. 250 વધી 74250 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત રૂ. 90500 પ્રતિ કિગ્રા પર સ્થિર રહી હતી. હોલમાર્ક સોનું 72520 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું હતું.
કોમોડિટી બજારના નિષ્ણાતોના મતે, સકારાત્મક યુએસ રિટેલ વેચાણ ડેટાની અપેક્ષા અને મંગળવારે યુએસ ફેડની જાહેરાતના કારણે આજે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જ્યાં સુધી આ નોંધપાત્ર ઘટનાઓનું પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી સોનાના ભાવ રેન્જ-બાઉન્ડ રહેશે. રેન્જ બાઉન્ડ એટલે રોકાણકારો સપોર્ટ સાથે ખરીદી કરી રેઝિસ્ટન્સ લેવલે વેચાણ કરે છે, જેમાં સ્ટોપલોસ પણ નિર્ધારિત હોય છે. જો ભાવ સ્ટોપલોસ પર પહોંચે તો પણ વેચાણ કરે છે. નિષ્ણાતોએ રોકાણકારોને બાય-ઓન-ડિપ્સ અર્થાત નીચલા મથાળે ખરીદી કરવાની વ્યૂહરચના અપનાવવા સલાહ આપી છે, કારણ કે MCX ગોલ્ડ રેટ હાલમાં રૂ. 71,000 થી રૂ. 72,000ની રેન્જમાં છે વૈશ્વિક હાજર સોનાની કિંમત $2,310થી $2,340 પ્રતિ ઔંસની રેન્જમાં છે. આ વ્યૂહરચના સંભવિતપણે નફાકારક રિટર્ન તરફ દોરી શકે છે.
યુએસ રિટેલ વેચાણ, યુએસ ફેડ રેટ કટ ફોકસમાં
સોનાના ભાવમાં આજના વધારાનું કારણ દર્શાવતા, HDFC સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સીના વડા અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "સોમવારના નકારાત્મક બંધ પછી આજે કિંમતી ધાતુમાં તેજી જોવા મળી છે. આજના સોનાના ભાવ રેન્જ-બાઉન્ડ રહેવાની ધારણા છે કારણ કે રોકાણકારો યુએસ રિટેલ વેચાણના આંકડાઓ અને ફેડ રેટ કટની જાહેરાત પર ફોકસ કરી રહ્યા છે. યુએસ ફેડએ તાજેતરમાં યોજાયેલી FOMC મીટિંગમાં 2024માં એક વખત દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે."
Gold માટે મહત્વની સપાટી
સોનાના ભાવના મહત્વના સ્તરો અંગે, HDFC સિક્યોરિટીઝના અનુજ ગુપ્તા પુનરોચ્ચાર કરે છે, "MCX સોનુ રૂ. 71,000થી રૂ. 72,000 પ્રતિ 10 ગ્રામ રેન્જમાં ટ્રેડ થવાની ધારણા છે, અને હાજર વૈશ્વિક સોનાની કિંમત $2,310થી $2,310માં ટ્રેડ થવાની ધારણા છે. $2,340 પ્રતિ ઔંસ રેન્જમાં, સોનાના રોકાણકારોને નીચા મથાળે ખરીદી કરી શકે છે.