Gold Price Today: સોનાની કિંમતમાં આજે ઘટાડો થયો, જાણો અમદાવાદના લેટેસ્ટ ભાવ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Bullion market


Gold Price Today: વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુ બજારના સથવારે સ્થાનીય સ્તરે સોનાના  ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. દેશના બુલિયન એક્સચેન્જ એમસીએક્સ ખાતે મોર્નિંગ સેશનમાં સોનું રૂ. 109 ઘટી રૂ. 73160 પ્રતિ 10 ગ્રામ (5 ઓગસ્ટ વાયદો) પર ક્વોટ થઈ રહ્યું છે. જ્યારે એમસીએક્સ ચાંદી રૂ. 406 ઘટી છે.

અમદાવાદમાં સોનાની કિંમત શનિવારે રૂ. 200 વધી રૂ. 75500 પ્રતિ 10 ગ્રામ નોંધાયા બાદ આજે ઘટી 74800-75000 પર ક્વોટ થવાની શક્યતા છે. રિટેલ બજારમાં સોનાની કિંમત રૂ. 73740 પ્રતિ 10 ગ્રામ આસપાસ રહેવાનો અંદાજ છે.

બુલિયન રોકાણકારો ફેડના વ્યાજદર મામલે સ્પષ્ટ સંકેતોની રાહ જોઈ રહ્યા છે. જેથી કિંમતી ધાતુમાં કોન્સોલિડેશન જોવા મળ્યું છે. બીજી તરફ ડોલર મજબૂત થયો છે, જેની પાછળનું કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબારનો હુમલો થતાં તેમની જીતની પ્રબળ આશાઓ છે. વૈશ્વિક ગોલ્ડ 7.90 ડોલર ઘટી 2412.80 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી 31.04 ડોલર પ્રતિ ઔંશ થયુ છે.

શેરબજારમાં આકર્ષક ઉછાળા સાથે સપ્તાહની શુભ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી નવી રેકોર્ડ હાઈ બનાવવા સજ્જ

ગત સપ્તાહે એમસીએક્સ સોનુ રૂ. 944 મોંઘુ થયું

એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.72,412ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,333 અને નીચામાં રૂ.72,111ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.944 વધી રૂ.73,311ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.562 વધી રૂ.59,071 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.54 વધી રૂ.7,209ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.849 વધી રૂ.73,205ના સ્તરે પહોંચ્યો હતો.

એમસીએક્સ ચાંદીનો ભાવ રૂ. 2229 વધ્યો

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.92,211ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.94,590 અને નીચામાં રૂ.91,499ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,229 વધી રૂ.94,190ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2,201 વધી રૂ.94,093 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2,196 વધી રૂ.94,078 બંધ થયો હતો.


  Gold Price Today: સોનાની કિંમતમાં આજે ઘટાડો થયો, જાણો અમદાવાદના લેટેસ્ટ ભાવ 2 - image


Google NewsGoogle News