સોનાના ભાવ ધીમા ધોરણે વધ્યા, ચાંદીમાં સ્થિરતા, જાણો વિવિધ શહેરોમાં આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rates Today: કિંમતી ધાતુ બજારમાં છેલ્લા થોડા દિવસથી કોઈ ખાસ ચહલ પહલ જોવા મળી રહી નથી. વૈશ્વિક સ્તરે રોકાણકારોની નજર ફેડ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલના નિવેદન અને રોજગારીના આંકડાઓ પર છે. જેના પગલે માર્કેટમાં શુષ્ક માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનીય સ્તરે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી ચાંદીની કિંમત રૂ. 90000 પ્રતિ કિગ્રા પર સ્થિર રહી છે. જ્યારે સોનાના ભાવમાં નજીવી વધ-ઘટ જોવા મળી છે. ગઈકાલે 999 સોનું રૂ. 250 વધી રૂ. 74150 પ્રતિ 10 ગ્રામ નોંધાયુ હતું. આજે બજાર ખૂલતાં રૂ. 74300 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યો હતો.
સોના-ચાંદીની આયાત કિંમત આધારમાં ફેરફાર
કેન્દ્ર સરકારે સોનાની આયાત કિંમત આધાર 4 ડોલર વધારી 748 ડોલર પ્રતિ 10 ગ્રામ કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જારી નોટિફિકેશન અનુસાર, ચાંદીની આયાત કિંમત 11 ડોલર ઘટાડી 934 ડોલર પ્રતિ કિગ્રા થઈ છે. કેન્દ્ર સરકારે વ્હાઈટ મેટલની આયાત કિંમત 109 ડોલર વધારી 1028 ડોલર પ્રતિ કિગ્રા કરી છે. જે 7 ઓગસ્ટ, 2020 બાદથી સૌથી વધુ છે. કેન્દ્ર સરકાર દર પખવાડિયે સોના અને ચાંદીની આયાત આધાર કિંમતમાં ફેરફાર કરે છે. ભારત ચાંદીનું સૌથી મોટો આયાતકાર અને સોનાનો બીજો સૌથી વધુ વપરાશકાર દેશ છે.
એમસીએક્સ સોના-ચાંદી
કિંમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,684ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,710 અને નીચામાં રૂ.71,602ના મથાળે અથડાઈ, રૂ.45 વધી રૂ.71,699ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.22 ઘટી રૂ.58,093 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.7,117ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.89 વધી રૂ.71,418ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.87,821ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.87,860 અને નીચામાં રૂ.87,654ના મથાળે અથડાઈ, રૂ.230 વધી રૂ.87,752ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.35 વધી રૂ.89,818 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.52 વધી રૂ.89,828 બોલાઈ રહ્યો હતો.
વિવિધ શહેરોમાં સોનાના આજના ભાવ