આજે ચાંદી રેકોર્ડ તેજી સાથે ઓલ ટાઈમ હાઈ, સોનામાં સ્થિરતા, જાણો અમદવાદમાં લેટેસ્ટ ભાવ

Updated: May 17th, 2024


Google NewsGoogle News

આજે ચાંદી રેકોર્ડ તેજી સાથે ઓલ ટાઈમ હાઈ, સોનામાં સ્થિરતા, જાણો અમદવાદમાં લેટેસ્ટ ભાવ 1 - image


Gold Silver Price Today: સોના ચાંદીમાં આગઝરતી તેજીનો દોર જારી છે. જો કે, અમદાવાદમાં આજે સોનાનો ભાવ ફ્લેટ રહ્યો હતો. જ્યારે ચાંદી રૂ. 300 વધી રૂ. 85800 પ્રતિ કિગ્રાની રેકોર્ડ ટોચે પહોંચી હતી. 

અમદાવાદમાં આજે ચાંદી રૂ. 85800 પ્રતિ કિગ્રા, જ્યારે સોનાની કિંમત ગઈકાલના રૂ. 75700 પ્રતિ 10 ગ્રામના સ્તરે સ્થિર રહી હતી. એમસીએક્સ સોનાનો 5 જૂન વાયદો રૂ. 65 વધી રૂ. 73045 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો 5 જૂલાઈ વાયદો રૂ. 280 વધી રૂ. 87580 પ્રતિ કિગ્રાની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. 

અમેરિકી ફુગાવાના આંકડા અપેક્ષા કરતાં વધુ સુધર્યા છે. જેના પગલે આ સપ્ટેમ્બરથી અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શરૂઆત થવાનો અંદાજ નિષ્ણાતો આપી રહ્યા છે. જેના પગલે કિંમતી ધાતુની કિંમતોમાં વૃદ્ધિ જોવા મળી છે.

અમદાવાદમાં સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

વિગત

ભાવ

ચાંદી ચોરસા

85800 પ્રતિ કિગ્રા

ચાંદી રૂપુ

85600 પ્રતિ કિગ્રા

999 સોનુ

95700 પ્રતિ 10 ગ્રામ

995 સોનુ

75500 પ્રતિ 10 ગ્રામ

વૈશ્વિક બજારોમાં તેજી
વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડની કિંમતો સતત બીજા સપ્તાહે વધી છે. જે આજે 0.26 ટકા વધી 2391 ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થઈ રહ્યું છે. છેલ્લા બે સપ્તાહમાં વૈશ્વિક સોનુ 5 ટકા વધ્યું છે.
રૂપિયો મજબૂત બન્યો
ડોલર ઈન્ડેક્સમાં ઘટાડાના પગલે આજે રૂપિયો ડોલર સામે 17 પૈસા સુધરી 83.33 પર બંધ રહ્યો હતો. આરબીઆઈ દ્વારા ડોલરની મોટાપાયે વેચવાલી થઈ રહી હોવાથી રૂપિયાને ટેકો મળ્યો છે.  


 આજે ચાંદી રેકોર્ડ તેજી સાથે ઓલ ટાઈમ હાઈ, સોનામાં સ્થિરતા, જાણો અમદવાદમાં લેટેસ્ટ ભાવ 2 - image


Google NewsGoogle News