Get The App

સોના-ચાંદી બજારમાં પ્રોફિટ બુકિંગ શરૂ, આજે રેકોર્ડ ટોચેથી તૂટ્યા, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
સોના-ચાંદી બજારમાં પ્રોફિટ બુકિંગ શરૂ, આજે રેકોર્ડ ટોચેથી તૂટ્યા, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ 1 - image


Gold Price Today: કિંમતી ધાતુ બજારમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ફેડ રિઝર્વ દ્વારા જારી મિનિટ્સમાં વ્યાજદરોમાં કોઈ ઘટાડો કરવાની આગાહી કરવામાં ન આવતા સોના-ચાંદી બજારમાં નરમ માહોલ થયો હતો.

અમદાવાદમાં સોનાની કિંમત (999) આજે રૂ. 1500 ઘટી રૂ. 75000 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. ચાંદીનો ભાવ રૂ. 2000 ઘટી રૂ. 91 હજાર પ્રતિ કિગ્રા પર ક્વોટ થયો હતો. મંગળવારે ચાંદી રૂ. 93 હજારની રેકોર્ડ ટોચે પહોંચી હતી. સોનુ તેની રેકોર્ડ ટોચ રૂ. 77000થી રૂ. 2000 ગગડ્યું છે. 995 સોનુ પણ રૂ. 1500 ઘટી રૂ. 74800 પ્રતિ 10 ગ્રામ થયુ હતું.

સોના-ચાંદીમાં ઘટાડા પાછળનું કારણ

ફેડ રિઝર્વની મિટિંગ મિનિટ્સમાં હોકિશ વલણ જાળવી રાખવાનો સંકેત મળતાં 3 દિવસમાં એમસીએકસ સોનુ રૂ. 2000 તૂટ્યું છે. ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતાં કિંમતી ધાતુમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. સોના-ચાંદીમાં સપ્ટેમ્બર માસ સુધી વોલેટિલિટી જળવાઈ રહેવાનો અંદાજ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે. જિઓ પોલિટિકલ ક્રાઈસિસ પણ હળવી થઈ છે. જે કિંમતી ધાતુ બજારમાં કરેક્શનનો સંકેત આપે છે.

એમસીએક્સ સોના-ચાંદીના ભાવ ઘટ્યા

એમસીએક્સ પર કિંમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,681ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,681 અને નીચામાં રૂ.72,111 ના મથાળે અથડાઈ, રૂ.635ના ભાવઘટાડા સાથે રૂ.72,411ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.597 ઘટી રૂ.58,940 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.62 ઘટી રૂ.7,126ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.614 ઘટી રૂ.72,413ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.92,840ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.92,840 અને નીચામાં રૂ.90,340ના મથાળે અથડાઈ, રૂ.1,632ના કડાકા સાથે રૂ.91,381ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,610 ઘટી રૂ.91,345 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,630 ઘટી રૂ.91,316 બોલાઈ રહ્યો હતો. 


Google NewsGoogle News