સોના-ચાંદીના ભાવમાં આજે કોઈ ખાસ મુવમેન્ટ નહીં, જાણો અમદાવાદના લેટેસ્ટ ભાવ
Gold Prices Today: સોના-ચાંદીના ભાવ ગઈકાલે રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ આજે કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી નથી. ફેડરલ રિઝર્વની સૌથી તાજેતરની પોલિસી મીટિંગમાંથી વ્યાજદરમાં ઘટાડા માટેની સમયરેખા પર નજર રાખતાં રોકાણકારોએ બુલિયન માર્કેટમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી.
અમદાવાદ ખાતે આજે હાજર બજારમાં સોનાની કિંમત રૂ. 100 ઘટી રૂ. 76500 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત ગઈકાલની રેકોર્ડ ટોચે રૂ. 93000 પ્રતિ કિગ્રા પર સ્થિર રહી હતી. 20 મેના રોજ અમદાવાદમાં સોનુ રૂ. 77000ની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. જ્યાંથી બે દિવસમાં રૂ. 400 ઘટ્યું છે.
એમસીએક્સ સોના અને ચાંદીમાં નરમાઈ
એમસીએક્સ પર સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.74,026ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,026 અને નીચામાં રૂ.73,742ના મથાળે અથડાઈ, રૂ.252 ઘટી રૂ.73,769ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.20 ઘટી રૂ.60,340 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.7,246ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.230 ઘટી રૂ.73,740ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.94,604ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.94,868 અને નીચામાં રૂ.94,041ના મથાળે અથડાઈ, રૂ.579 ઘટી રૂ.94,146ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.530 ઘટી રૂ.94,102 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.525 ઘટી રૂ.94,094 બોલાઈ રહ્યો હતો.