સોનાના ભાવ છેલ્લા બે દિવસથી સ્થિર, ચાંદીમાં રૂ. 500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
સોનાના ભાવ છેલ્લા બે દિવસથી સ્થિર, ચાંદીમાં રૂ. 500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ 1 - image


Gold Silver Price Today: અમદાવાદમાં આજે હાજર બજારમાં સોનાની કિંમત ગઈકાલના રૂ. 74400 પ્રતિ 10 ગ્રામના સ્તરે સ્થિર રહી હતી, જ્યારે ચાંદીની કિંમત રૂ. 100 વધી રૂ. 90500 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી.

વૈશ્વિક સ્તરે યુએસ ટ્રેઝરી યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે. જેના પગલે વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડમાં નજીવો વધારો નોંધાયો હતો. જો કે, રોકાણકારો હાલ અમેરિકાના સર્વિસ ડેટા પર ફોકસ કરી રહ્યા છે. તેમજ એડીપી રોજગારના આંકડા અને નોન-ફાર્મ પે-રોલ્સ સહિતના શુક્રવારે જારી થનારા આંકડાઓ પર નજર રાખી રહ્યા છે.

"સોનું હજુ પણ આઠ સેશન સુધી 800/1000 પોઈન્ટ રેન્જમાં સીમિત રહેવાનો આશાવાદ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે. જ્યારે યુએસ ડોલર ઈન્ડેક્સ 103.8 પર સપોર્ટથી ઉપર સ્થિર રહી શકે છે. ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બેન્કની પોલિસી મીટિંગ અને શુક્રવારના યુએસ NFP ડેટા પર ફોકસ રહેશે. ટેક્નિકલ રીતે, સપોર્ટ 71450/70800 પર છે, જ્યારે અપસાઇડ રેઝિસ્ટન્સ 72500/72650 પર જોવા મળે છે."

એમસીએક્સ સોનામાં નજીવો વધારો

કિંમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,139ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,199 અને નીચામાં રૂ.72,000ના મથાળે અથડાઈ, રૂ.212 વધી રૂ.72,000ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.30 ઘટી રૂ.58,506 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ. કોઈ ફેરફાર વગર રૂ.7,133ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.108 ઘટી રૂ.71,674ના સ્તરે પહોંચ્યો હતો.

એમસીએક્સ ચાંદી રૂ. 252 ઘટી

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.89,898ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.90,000 અને નીચામાં રૂ.88,912 ના મથાળે અથડાઈ, રૂ.239 ઘટી રૂ.89,420 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.252 ઘટી રૂ.89,333 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.268 ઘટી રૂ.89,325 બોલાઈ રહ્યો હતો.

 સોનાના ભાવ છેલ્લા બે દિવસથી સ્થિર, ચાંદીમાં રૂ. 500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ 2 - image


Google NewsGoogle News