Get The App

સોનુ લગભગ એક મહિના બાદ ફરી પાછુ રૂ. 75000 ક્રોસ, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Gold Price


Gold Price Today: યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની તીવ્ર શક્યતાના પગલે કિંમતી ધાતુનો ચળકાટ વધ્યો છે. જેના પગલે સ્થાનીય સ્તરે અમદાવાદમાં સોનાનો ભાવ લગભગ એક મહિના બાદ ફરી પાછો રૂ. 75000ની સપાટી વટાવી છે. વૈશ્વિક સ્તરે આજે સ્પોટ ગોલ્ડ 2379.50 ડોલર પ્રતિ ઔંશ સાથે બે સપ્તાહની ટોચે પહોંચ્યું હતું.

અમદાવાદના હાજર બજારમાં આજે સોનાની કિંમત રૂ. 550 વધી રૂ. 75150 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. અગાઉ 23 મેના રોજ અમદાવાદમાં સોનુ રૂ. 75000 પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદી આજે રૂ. 250 વધી રૂ. 91500 પ્રતિ કિગ્રા થઈ છે. આ સપ્તાહે અમેરિકા દ્વારા જારી થનારા ઈકોનોમિક ડેટા પોઝિટીવ રહેવાના આશાવાદ સાથે નિષ્ણાતોએ સપ્ટેમ્બરમાં ફેડ દ્વારા રેટ કટની અપેક્ષા વ્યક્ત કરી છે.

એમસીએક્સ સોનાચાંદી વાયદામાં સામસામા રાહ

કિંમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,677ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,799 અને નીચામાં રૂ.72,659ના મથાળે અથડાઈ, રૂ.213 વધી રૂ.72,799ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.136 વધી રૂ.58,742 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.7,140ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.213 વધી રૂ.72,471ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.91,252ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.91,615 અને નીચામાં રૂ.91,251ના મથાળે અથડાઈ, રૂ.121 ઘટી રૂ.91,544ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.143 ઘટી રૂ.91,150 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.139 ઘટી રૂ.91,155 બોલાઈ રહ્યો હતો.

 સોનુ લગભગ એક મહિના બાદ ફરી પાછુ રૂ. 75000 ક્રોસ, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ 2 - image


Google NewsGoogle News