Get The App

Gold Price Today: અમદાવાદમાં આજે સોનાના ભાવ ઘટ્યા, ચાંદીની કિંમત સ્થિર, જાણો લેટેસ્ટ અપડેટ્સ

Updated: May 13th, 2024


Google NewsGoogle News
Gold Price Today: અમદાવાદમાં આજે સોનાના ભાવ ઘટ્યા, ચાંદીની કિંમત સ્થિર, જાણો લેટેસ્ટ અપડેટ્સ 1 - image


Gold Prices Today: અખાત્રીજના દિવસે સોના-ચાંદીની કિંમતોમાં તેજી બાદ સળંગ બે દિવસ ભાવ ઘટ્યા છે. અમદાવાદમાં સોનુ શુક્રવારે રૂ. 75500 સામે આજે રૂ. 74600 પ્રતિ 10 ગ્રામ થયુ છે. જ્યારે ચાંદી રૂ. 1000 તૂટી રૂ. 84000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે. 

સ્થાનિક બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં કોઈ વધારે મુવમેન્ટ જોવા મળી નથી. અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 500 ઘટી રૂ. 74600 પ્રતિ 10 ગ્રામ થયો છે. જે શનિવારે રૂ. 75100 હતો. 

વૈશ્વિક સ્તરે પણ સોનામાં વેચવાલીનું પ્રેશર વધતાં કોમેક્સ સોનુ 2350 ડોલર પ્રતિ ઔંશથી ઘટ્યું હતું. એમસીએક્સ ખાતે સોનાની કિંમતમાં રૂ. 700નો ઘટાડો નોંધાયો હતો. કિંમતી ધાતુમાં ઘટાડા પાછળનું કારણ પ્રોફિટ બુકિંગ ઉપરાંત રોકાણકારોનું નવી ખરીદી મામલે ‘થોભો અને રાહ જુઓ'નુ વલણ છે. આગામી સમયમાં અમેરિકી ફુગાવાના આંકડા જારી થવાના છે. જે 3.3 ટકાના અંદાજ કરતાં નીચો રહે તો સોનામાં તેજી જોવા મળશે.

ડોલર સામે રૂપિયો નજીવો તૂટ્યો

ડોલર સામે રૂપિયો આજે 1 પૈસા તૂટી 83.52 પર બંધ રહ્યો હતો. સ્થાનિક શેરબજારોના પોઝિટીવ વલણ તેમજ ફેટ રેટ કટની અપેક્ષાને પગલે રૂપિયો ડોલર સામે સ્થિરતા જાળવી રહ્યો છે. વિદેશી રોકાણકારોએ યુએસ ડોલર્સની ખરીદી વધારી છે, સામે આરબીઆઈ યુએસ ડોલરની વેચવાલી કરી રૂપિયાને રેન્જ બાઉન્ડ જાળવવા પ્રયત્નશીલ બની છે. 

  Gold Price Today: અમદાવાદમાં આજે સોનાના ભાવ ઘટ્યા, ચાંદીની કિંમત સ્થિર, જાણો લેટેસ્ટ અપડેટ્સ 2 - image


Google NewsGoogle News