Gold Prices: અમેરિકી ફુગાવામાં વૃદ્ધિ વચ્ચે અમદાવાદમાં સોનુ સ્થિર થયું, ચાંદી રૂ. 500 વધી

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
Gold Prices: અમેરિકી ફુગાવામાં વૃદ્ધિ વચ્ચે અમદાવાદમાં સોનુ સ્થિર થયું, ચાંદી રૂ. 500 વધી 1 - image


Gold Prices: આજે અમદાવાદ ખાતે સોનાની કિંમત રૂ. 74200 પ્રતિ 10 ગ્રામ સાથે સ્થિર રહી હતી. જ્યારે ચાંદી રૂ. 500 વધી રૂ. 82500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં સ્થિરતાના કારણે સ્થાનીય બજારોમા પણ ભાવ સ્થિર જોવા મળ્યા હતા.

અમેરિકી ફુગાવામાં વૃદ્ધિની કારણે કિંમતી ધાતુ બજારમાં મંદીનું વલણ રહેવાની શક્યતાઓ દર્શાવાઈ છે, ત્યારે આજે વૈશ્વિક સોનુ નજીવુ વધી 2330.92 ડોલર પ્રતિ ઔંશ થયુ હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર પણ 2348 ડોલર પ્રતિ ઔંશ સાથે સ્થિર રહ્યું હતું. માર્કેટ નિષ્ણાતોએ જિયો-પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો, અમેરિકી ફુગાવામાં વૃદ્ધિ અને ફેડ રિઝર્વ દ્વારા રેટ કટની અપેક્ષાઓમાં ઘટાડા સહિતના પરિબળોને ધ્યાનમાં લેતાં આગામી સમયમાં સોના-ચાંદીના ભાવ ઘટવાની ભીતિ દર્શાવી છે. જો કે, ફેડ દ્વારા વ્યાજદરો જળવાઈ રહ્યા તો સોના-ચાંદીમાં સ્થિરતા જોવા મળી શકે છે.

સોનામાં સ્થિરતા પાછળનું કારણ

ચીન દ્વારા ગોલ્ડ રિઝર્વની ખરીદી જારી રહેવાથી બુલિયન માર્કેટને આજે ટેકો મળ્યો છે. ચીનની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી ચીનની સેન્ટ્રલ બેન્કો અને રોકાણકારોએ સોનામાં ખરીદી વધારી છે. સોનુ મંગળવાર સુધી સતત આઠ ટ્રેડિંગ સેશન સુધી રોજ નવી ઓલટાઈમ હાઈ નોંધાવી રહ્યુ હતું. 

ટેક્નિકલ વ્યૂહ

સ્પોટ ગોલ્ડમાં 2319 ડોલર પ્રતિ ઔંશનો સપોર્ટ લેવલ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે. આ લેવલ તોડે તો 2288-2302 ડોલર પ્રતિ ઔંશનો સપોર્ટ લઈ શકે છે. સ્પોટ સિલ્વર 0.3 ટકા ઘટી 27.88 ડોલર પ્રતિ ઔંશ થઈ હતી. પ્લેટિનિમ 0.4 ટકા વધી 963.56 ડોલર થયુ હતું. જ્યારે પેલેડિયમ 0.4 ટકા ઘટી 1046.45 ડોલરે પહોંચ્યું હતું.

ફેડની આગામી રણનીતિ પરથી કિંમતી ધાતુનો ટ્રેન્ડ નક્કી થશે. બુધવારે અમેરિકાએ ફુગાવાના આંકડા જારી કર્યા હતા. જેમાં અમેરિકી ફુગાવો માર્ચમાં અપેક્ષા કરતાં વધ્યો છે. ફેડ અધિકારીઓ પણ ફુગાવામાં વૃદ્ધિ અંગે ચિંતા દર્શાવી છે. વધુમાં મોનેટરી પોલિસીને વધુ કડક બનાવવાની જરૂરિયાત પણ દર્શાવી છે. આ પરિસ્થિતિના કારણે વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાઓ પર પાણી ફરી વળ્યુ છે. ઉંચા રેટના કારણે નોન-યીલ્ડિંગ ગોલ્ડની માગ ઘટશે.


Google NewsGoogle News