Get The App

અમેરિકામાં જીડીપીનો ગ્રોથ ગબડી બે વર્ષના તળિયે ઉતરતાં સોનાના ભાવમાં વધઘટ

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં જીડીપીનો ગ્રોથ ગબડી બે વર્ષના તળિયે ઉતરતાં સોનાના ભાવમાં વધઘટ 1 - image


- વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીમાં પણ બેતરફી વધઘટ જ્યારે પેલેડીયમ ગબડી 1000 ડોલરની અંદર  ઉતર્યું: પ્લેટીનમમાં પણ ઝડપી ઘટાડો

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં નવેસરથી તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર સોના-ચાંદીમાં આગેકૂચ બતાવતા હતા. અમેરિકામાં જીડીપીના આંકડા નબળા આવ્યાના સમાચાર હતા.  આના પગલે ત્યાં  વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા ફરી વધતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે વધુ ઉંચા જતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૩૧૭થી ૨૩૧૮ વાળા ઉંચામાં રૂ.૨૩૩૪થી ૨૩૩૫ થઈ ૨૩૨૭થી ૨૩૨૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન,  અમેરિકાના જીડીપીના આંકડા નબળા આવતાં વિશ્વ બજારમાં એક તરફ સોનું વધ્યું હતું. ત્યારે સામે વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પર નરમાઈ જોવા મળી હતી. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૭.૧૨ વાળા ઉંચામાં ૨૭.૫૬ થઈ ૨૭.૫૨થી ૨૭.૫૩ ડોલર રહ્યાના સમાચાર હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૭૧૫૭૮ વાળા વધી રૂ.૭૧૮૦૫ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૮૨૬ વાળા રૂ.૭૨૦૯૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૮૦૬૮૭ વાળા વધી રૂ.૮૦૮૯૮ રહ્યા હતા. 

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૪૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૫૦૦ રહ્યા હતા.  જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૮૧૦૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે નરમ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૮૭.૮૦ થઈ ૮૮.૦૬ ડોલર તથા યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૨.૫૭ થઈ ૮૨.૮૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ આજે  ઝડપી ગબડયા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૦૧૬ વાળા તૂટી ૧૦૦૦ની અંદર ઉતરી નીચામાં ભાવ ૯૯૧ થઈ ૯૯૩થી ૯૯૪ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૧૨ વાળા નીચામાં ૯૦૧ થઈ ૯૦૪થી ૯૦૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જોકે આજે ૧.૬૫ ટકા ઉછળ્યા હતા. અમેરિકામાં જીડીપી ગ્રોથ ઘટી બે વર્ષના તળિયે છેલ્લા ત્રિમાસિકમાં ઉતરી ગયાના નિર્દેશો હતા. જ્યારે ત્યાં ફુગાવો વધ્યાના  નિર્દેશો હતા. ત્યાં જીડીપી ઘટતાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા વધી હતી પરંતુ સામે ત્યાં  ફુગાવો વધતાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા ફરી ઘટી હોવાના સમાચાર હતા.  આમા માહોલમાં મોડી સાંજે વૈશ્વિક સોનાના ભાવ ફરી ઘટી ૨૩૧૫થી ૨૩૧૬  ડોલર બોલાતા થયા હતા. જ્યારે ચાંદી ઘટી ૨૭.૧૯થી ૨૭.૨૦ ડોલર રહી હતી. પ્લેટીનમ છેલ્લે ૯૦૦થી ૯૦૧ ડોલર તથા પેલેડીયમ છેલ્લે ૯૮૪થી ૯૮૫ ડોલર રહ્યું હતું.


Google NewsGoogle News