Get The App

સોનું ખરીદવાની યોજના હોય તો જલદી કરો, ભાવમાં ફરી ઉછાળાના સંકેત, જાણો શું છે કારણો

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
Gold prices Today


Gold Rate Today In India: અમેરિકી ડોલર નબળો પડતાં તેમજ અમેરિકાના જોબ ડેટા અપેક્ષા મુજબ જારી થવાના અંદાજ સાથે સોના-ચાંદીમાં ખરીદી વધી છે. સ્થાનીય સ્તરે સોનાના ભાવમાં ધીમા ધોરણે ફરી પાછા ઉંચકાઈ રહ્યા છે. આજે સોનાની કિંમત રૂ. 700 વધી હતી. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવ રૂ. 600 વધ્યા છે.

ગઈકાલે અમદાવાદમાં સોનુ રૂ. 200 વધી રૂ. 74800 પ્રતિ 10 ગ્રામ થયા છે. જે અગાઉના શુક્રવારે 74200 પ્રતિ 10 ગ્રામ હતાં. ચાંદી પણ 90000નું લેવલ તોડી ફરી પાછી બે દિવસથી રૂ. 91000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી છે. આજે સોનાનો ભાવ 75000 ક્રોસ થાય તેવી શક્યતા જોવા મળી છે.

એમસીએક્સ ગોલ્ડ (5 ઓગસ્ટ વાયદો) રૂ. 170 વધી રૂ. 72537 પ્રતિ 10 ગ્રામ અને એમસીએક્સ ચાંદી રૂ. 527 વધી રૂ. 92419 થઈ હતી. વૈશ્વિક બજારોના સથવારે સ્થાનિક સ્તરે પણ સોનાના ભાવ વધવાની વકી છે. હવે ફરી પાછી લગ્ન અને તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. જેથી સોના-ચાંદીમાં ખરીદી વધશે, જેથી ભાવમાં ઉછાળો નોંધાવાના સંકેતો કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.

વૈશ્વિક સ્તરે સતત બીજા સપ્તાહે સોનામાં તેજી

અમેરિકાના મજબૂત ડેટા અને સપ્ટેમ્બરથી ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શરૂઆત થવાના અહેવાલ સાથે વૈશ્વિક સ્તરે સોનુ કોન્સોલિડેશન મોડમાંથી બહાર આવ્યુ છે. સતત બીજા સપ્તાહે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. અમેરિકી જોબ ડેટા પોઝિટીવ આવતાં કિંમતી ધાતુમાં ખરીદી વધવાનો અંદાજ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.

ડોલર સામે રૂપિયો 5 પૈસા સુધર્યો

આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સવારના સેશનમાં 5 પૈસા મજબૂત બની 83.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. વિદેશી રોકાણમાં વૃદ્ધિ અને ડોલર નબળો પડતાં રૂપિયામાં સુધારો જોવા મળ્યો છે. રૂપિયો આજે ડોલર સામે 83.48 પર ખૂલ્યા બાદ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે 83.50 પર બંધ રહ્યો હતો. Dollar Index ઘટી 104.98 થયો હતો. જે બાદમાં 105 થયો હતો.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

સોનું ખરીદવાની યોજના હોય તો જલદી કરો, ભાવમાં ફરી ઉછાળાના સંકેત, જાણો શું છે કારણો 2 - image


Google NewsGoogle News