Get The App

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો અમદાવાદમાં આજની લેટેસ્ટ પ્રાઈસ અપડેટ્સ

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
Gold Price Today


Gold Silver Price Today: વૈશ્વિક બજારોના સથવારે આજે સ્થાનિક બુલિયન માર્કેટમાં પણ નરમ વલણ જોવા મળ્યું હતું. અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદ ચોક્સી મહાજન દ્વારા જારી આંકડાઓ અનુસાર, અમદાવાદમાં આજે સોનું રૂ. 700 ઘટી રૂ. 73600 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 1000 ઘટી રૂ. 83000 પ્રતિ કિગ્રાના ભાવે ક્વોટ થઈ રહી હતી. 

છેલ્લા બે દિવસમાં ચાંદી રૂ. 1500 સસ્તી થઈ

કિંમતી ધાતુમાં સોના કરતાં ચાંદીમાં વધુ વોલેટિલિટી જોવા મળી છે. ગુરૂવારે ચાંદીની કિંમતમાં રૂ. 2000નો વધારો થયો હતો, ત્યારબાદ છેલ્લા બે દિવસમાં ભાવ રૂ. 1500 સુધી ગગડ્યો છે. બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ રૂ. 74000-74500 પ્રતિ 10 ગ્રામની એવરેજમાં ક્વોટ થઈ રહ્યા છે.

વૈશ્વિક સ્તરે સૌ રોકાણકારની નજર આ સપ્તાહે જારી થનારા અમેરિકાના ફુગાવા પર છે. જેના પરથી ફેડ રિઝર્વ રેટ કટ અંગે નિર્ણય લેશે. બીજી તરફ જિઓ-પોલિટિકલ ટેન્શન વચ્ચે ડોલર ઈન્ડેક્સ 0.5 ટકા વધ્યો છે. જેની અસર પણ બુલિયન માર્કેટ પર જોવા મળી હતી. જો ફુગાવો અપેક્ષા કરતાં વધુ ઘટે તો વ્યાજના દરોમાં 50 બીપીએસનો ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ GST Council Meeting: ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય મોકૂફ, આ નિર્ણયો પણ પેન્ડિંગ રાખ્યા

એમસીએક્સ પર ભાવ વધ્યાં

કિંમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.5740.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71504ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.71570 અને નીચામાં રૂ.71127ના સ્તરને સ્પર્શી, રૂ.71426ના આગલા બંધ સામે રૂ.6 વધી રૂ.71432ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.87 ઘટી રૂ.57760ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.7025ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.15 ઘટી રૂ.71394ના ભાવે બોલાયો હતો.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો અમદાવાદમાં આજની લેટેસ્ટ પ્રાઈસ અપડેટ્સ 2 - image


Google NewsGoogle News