જુલાઈમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા, ઑગસ્ટમાં વધવાની વકી, જાણો આજની લેટેસ્ટ અપડેટ્સ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
જુલાઈમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા, ઑગસ્ટમાં વધવાની વકી, જાણો આજની લેટેસ્ટ અપડેટ્સ 1 - image


Gold Price Today: સ્થાનિક બજારમાં નરમ ઘરાકી તેમજ પ્રોફિટ બુકિંગના માહોલના કારણે સોના-ચાંદીના ભાવ જુલાઈ મહિનામાં ગગડ્યા હતા. ગત મહિને સોનાની કિંમત 2.96 ટકા અને ચાંદીની કિંમત 6.66 ટકા ઘટી છે. કિંમતી ધાતુમાં મોટા ઘટાડા પાછળનું કારણ બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં કરવામાં આવેલો ઘટાડો પણ છે. 

સોના કરતાં ચાંદી વધુ સસ્તી

અમદાવાદમાં સોનાનો ભાવ જુલાઈમાં રૂ. 2200 ઘટ્યો છે. જે 30 જૂનમાં રૂ. 74200 પ્રતિ 10 ગ્રામથી ઘટી ગઈકાલે રૂ. 72000 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે ચાંદીની કિંમતમાં રૂ. 6000નો કડાકો નોંધાયો છે. ગઈકાલની તુલનાએ આજે અમદાવાદમાં સોનાની કિંમત રૂ. 500 વધી રૂ. 72500 પ્રતિ 10 ગ્રામ થઈ છે. જ્યારે ચાંદી ગઈકાલની રૂ. 84000 પ્રતિ કિગ્રાની સપાટીએ સ્થિર છે.

એમસીએક્સ સોના-ચાંદીમાં પણ કડાકો

સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો મહિનાના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.71,606ના ભાવે ખુલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.74,731ના સ્તરને સ્પર્શી નીચામાં રૂ.67,400 થઈ, મહિનાનાં અંતે રૂ.2,570ના ઘટાડા સાથે રૂ.69,012ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.2,629 ગબડી રૂ.55,567 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.308 ઘટી રૂ.6,806ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઍગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,519ના ભાવઘટાડા સાથે રૂ.69,083ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો મહિનાના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.89,453ના ભાવે ખુલી, ઉપરમાં રૂ.94,590ના સ્તરે સ્પર્શી, નીચામાં રૂ.80,271 બોલાઈ, મહિનાના અંતે રૂ.5,944ના ઘટાડા સાથે રૂ.83,596ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઑગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5,923 ઘટી રૂ.83,659 અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5,950 ઘટી રૂ.83,634ના સ્તરે બંધ થયો હતો.

સોના-ચાંદીમાં આગળ શું?

કોમોડિટી એન્ડ કરન્સીના રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, સોનામાં ફરી પાછી તેજી વેગવાન બનશે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત તેમજ જિઓ-પોલિટિકલ ક્રાઇસિસમાં વધારો થતાં સોના-ચાંદીમાં ખરીદી વધશે. આવતીકાલે અમેરિકામાં રજૂ થનાર બેરોજગારીના આંકડાઓની જાહેરાત પર રોકાણકારોની નજર છે. એમસીએક્સ સોનું રૂ. 69600-70300 પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થવાનો આશાવાદ છે.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

જુલાઈમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા, ઑગસ્ટમાં વધવાની વકી, જાણો આજની લેટેસ્ટ અપડેટ્સ 2 - image


Google NewsGoogle News