સોનાની કિંમતમાં આજે થયો ઘટાડો, ચાંદીમાં રૂ. 1000નો ઉછાળો,જાણો અમદાવાદમાં લેટેસ્ટ ભાવ
Image: FreePik |
Gold Price Today: સ્થાનીય બજારમાં આજે સોના બજારમાં નરમ વલણ જોવા મળ્યું હતું. અમદાવાદ ખાતે સોનાનો ભાવ શનિવાર કરતાં રૂ. 500 ઘટી રૂ. 75000 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે બીજી બાજુ ચાંદી રૂ. 1000 ઉછળી રૂ. 93000 પ્રતિ કિગ્રા થઈ છે. કામચલાઉ ધોરણે સોનાનો ભાવ ઘટ્યો છે. પરંતુ નિષ્ણાતોના મતે, આગામી સમયમાં કિંમતી ધાતુ બજારમાં ફરી પાછી તેજીનું જુવાળ ફાટી નીકળવાની સંભાવના છે.
એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓના વાયદાઓમાં સવારના સેશનમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,038ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,038 અને નીચામાં રૂ.72,892 ના મથાળે અથડાઈ, રૂ.55 ઘટી રૂ.72,996ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.135 ઘટી રૂ.58,726 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.7,187ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50 ઘટી રૂ.72,960ના સ્તરે પહોંચ્યો હતો. સાંજના સેશન દરમિયાન એમસીએક્સ સોનાનો ભાવ રૂ. 286 ઘટી 72765 પ્રતિ 10 ગ્રામ થયો હતો.
મહિલાઓ ઘરમાં કેટલું સોનું રાખી શકે, શું વેચતી વખતે સરકારને ટેક્સ ચૂકવવો પડશે? જાણો શું છે નિયમો
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.93,295ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.93,438 અને નીચામાં રૂ.93,180 ના મથાળે અથડાઈ, રૂ.139 ઘટી રૂ.93,415 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.135 ઘટી રૂ.93,340 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.138 ઘટી રૂ.93,340 બોલાઈ રહ્યો હતો. એમસીએક્સ ચાંદી અંતે રૂ. 26 વધી 93580 પ્રતિ કિગ્રા થઈ હતી.
વૈશ્વિક સ્તરે પણ પ્રોફિટ બુકિંગ
ગત સપ્તાહે સોનાના ભાવ બે સપ્તાહની ટોચે પહોંચ્યા બાદ રોકાણકારો દ્વારા આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સકારાત્મક પરિબળો વચ્ચે રોકાણકારો નીચા ભાવે ખરીદી કરવા ઈચ્છે છે, જેથી હાલ પ્રોફિટ બુકિંગ કરી કરેક્શનના માહોલમાં ફરી પાછું રોકાણ કરવાની યોજના ધરાવતા હોવાનું કોમોડિટી નિષ્ણાતોએ જણાવ્યું છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ 0.8 ટકા ઘટી 2371.70 ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી પણ 1.18 ટકા તૂટી 31.31 ડોલર પ્રતિ ઔંશ થઈ હતી.