સોનાના ભાવ આજે રૂ. 400 અને ચાંદીમાં રૂ. 1000નો વધારો, જાણો અમદાવાદના લેટેસ્ટ ભાવ

Updated: May 27th, 2024


Google NewsGoogle News
સોનાના ભાવ આજે રૂ. 400 અને ચાંદીમાં રૂ. 1000નો વધારો, જાણો અમદાવાદના લેટેસ્ટ ભાવ 1 - image


Gold Prices Today: શેરબજારમાં આકર્ષક ઉછાળાની સાથે આજે કિંમતી ધાતુ બજારમાં પણ સુધારો જોવા મળ્યો છે. અમદાવાદ હાજર બજારમાં સોનું રૂ.400 વધી રૂ. 74500 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીની કિંમત રૂ. 1000 વધી રૂ. 92000 પ્રતિ કિગ્રા થઈ છે.

એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,563 અને સોનામાં રૂ.484નો ઉછાળો નોંધાયો છે. એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,595ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.71,750 અને નીચામાં રૂ.71,456ના મથાળે અથડાઈ, રૂ.484 વધી રૂ.71,740ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.374 વધી રૂ.58,251 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.7,056ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.360 વધી રૂ.71,740ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદી ફરી પાછી ઉંચકાઈ

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.91,479ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92,113 અને નીચામાં રૂ.91,461ના મથાળે અથડાઈ, રૂ.1,563 વધી રૂ.92,111ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,476 વધી રૂ.91,997 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,476 વધી રૂ.91,980 બોલાઈ રહ્યો હતો. 

આજે ટોચના અમેરિકી અને યુકે બજાર બંધ હોવાથી મોટા રોકાણકારોની ગેરહાજરીના કારણે કોમોડિટી બજારોમાં કોઈ મોટી વધ-ઘટ જોવા મળી નથી. જો કે, 31 મેના રોજ જારી થનારા અમેરિકી ફુગાવાના આંકડાઓ વચ્ચે કોમોડિટી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી છે.

બુલિયન નિષ્ણાતોના મતે, એમસીએક્સ સોનાનો સપોર્ટ લેવલ રૂ. 71200-70800 પ્રતિ 10 ગ્રામ છે. ઉંચામાં 72850-73600 પ્રતિ 10 ગ્રામનો લક્ષ્યાંક આપ્યો છે. સ્ટોપ લોસ રૂ. 70800 પ્રતિ 10 ગ્રામ છે.


Google NewsGoogle News