અમદાવાદમાં સોનું આજે રૂ. 700 મોંઘું થયું, ચાંદીના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ અપડેટ્સ
Gold Price Today: દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનો અહેવાલો મળ્યા છે, જ્યારે અમદાવાદમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે. છુટી છવાયેલી ઘરાકી તેમજ શરૂ થનારી તહેવારોની સિઝન પૂર્વે હોલસેલ ખરીદીમાં વધારાના પગલે આજે ફરી સોનું ઉંચકાયું છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ રૂ. 700 વધી 76200 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદીની કિંમત રૂ. 500 ઘટી રૂ. 92500 પ્રતિ 1 કિગ્રા થઈ છે. બીજી તરફ આજે સવારે જારી થયેલા વિવિધ શહેરોના ભાવના આધારે સોનાની કિંમતમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી પણ રૂ. 300 સસ્તી થઈ હતી.
એમસીએક્સ સોના-ચાંદીમાં પણ ઉછાળો
એમસીએક્સ ખાતે સોના-ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. 5 ઓગસ્ટ માટે એમસીએક્સ સોનું રૂ. 309 વધી રૂ. 73780 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી રૂ. 519 વધી રૂ. 93091 પ્રતિ કિગ્રા થઈ હતી. વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા હતા. યુએસ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટની પ્રબળ આશાઓના પગલે કિંમતી ધાતુમાં તેજી જોવા મળી છે. વિશ્વનું ટોચનું ઓઈલ આયાતકાર ચીનનો જીડીપી ગ્રોથ નબળો નોંધાતા ક્રૂડ ઓઈલના ભાવ આજે ઘટ્યા છે. ગ્લોબલ ક્રૂડ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 81.69 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જે 0.27 ટકા ઘટ્યું છે. બ્રેન્ટ ક્રૂડ 1.24 ટકા ઘટી 83.80 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું છે.
સરકારની આ પોલિસી લાગુ કરતાં જ અનેક શહેરોમાં સોનાના ભાવ ઘટશે, જાણો કેમ?
સિટી બેન્કના રિપોર્ટ અનુસાર, યુએસ લેબર માર્કેટના નબળા આંકડાઓ, ફુગાવામાં ઘટાડો તેમજ જૂન સીપીઆઈ અપેક્ષા કરતાં વધુ મજબૂત નોંધાતાં ફેડ રિઝર્વ જુલાઈમાં ડોવિશ વલણની જાહેરાત કરશે. પરિણામે સોના અને ચાંદીમાં બુલિશ ટ્રેન્ડ જોવા મળી શકે છે. સોનુંં વર્ષના અંત સુધીમાં 3000 ડોલર પ્રતિ ઔંશની સપાટી વટાવે તેવી શક્યતા છે. બેન્કે 2025ની મધ્યમાં સોનુંં 2800-3000 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી 38થી 40 ડોલર પ્રતિ ઔંશના લેવલે પહોંચવાનો લક્ષ્યાંક મૂક્યો છે.