અમદાવાદમાં સોનાના ભાવ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર, ચાંદીની કિંમતમાં ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં સોનાના ભાવ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર, ચાંદીની કિંમતમાં ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ 1 - image


Gold Price Today: અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો અંગે જાહેરાતો પર નજર રાખતાં બુલિયન માર્કેટમાં છેલ્લા થોડા સમયથી માહોલ નરમ જોવા મળ્યો હતો. જો કે, અમેરિકી ફેડ દ્વારા 2024માં માત્ર એક વખત વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત થતાં સોનાના ભાવ ઘટ્યા છે. જો કે, રોકાણકારોને બે વખત ઘટાડો થવાની અપેક્ષા હતી.

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવ રૂ. 74000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ સ્થિર છે. જ્યારે ચાંદીનો ભાવ આજે રૂ. 500 ઘટી રૂ. 90500 પ્રતિ કિગ્રા થયો છે. હોલમાર્ક સોનાનો ભાવ આજે રૂ. 72520 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થયો હતો. જૂન મહિનામાં અત્યારસુધીમાં ચાંદીની કિંમત રૂ.90000-92000 પ્રતિ કિગ્રા અને સોનાની કિંમત 72500-74500 પ્રતિ 10 ગ્રામની એવરેજમાં રહી છે.

એમસીએક્સ સોનામાં ઘટાડો

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,475ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,578 અને નીચામાં રૂ.71,331ના મથાળે અથડાઈ, રૂ.460 ઘટી રૂ.71,510ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.196 ઘટી રૂ.58,542 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.7,113ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.446 ઘટી રૂ.71,350ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.88,946ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.88,978 અને નીચામાં રૂ.88,284ના મથાળે અથડાઈ, રૂ.1,611 ઘટી રૂ.88,834ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,612 ઘટી રૂ.88,762 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,606 ઘટી રૂ.88,756 બોલાઈ રહ્યો હતો.

અમેરિકી ફુગાવામાં ઘટાડો, જીડીપી ગ્રોથમાં સુધારો, બેરોજગારીમાં ઘટાડો સહિતના પોઝિટીવ પરિબળો હોવા છતાં ફેડ રિઝર્વ હજુ આગામી સમયમાં સ્થિર આંકડાઓ આવે તેવી રાહ જોઈ રહી છે. જેથી તેણે આ વર્ષે એક વખત વ્યાજદરમાં ઘટાડો કરવાની શક્યતા સાથે હોકિશ વલણ જાળવી રાખ્યું છે.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.


અમદાવાદમાં સોનાના ભાવ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર, ચાંદીની કિંમતમાં ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ 2 - image


Google NewsGoogle News