આંગણે અવસર હોય તો ખરીદી લેજો સોનુ, અમદાવાદ સહિત 12 શહેરોમાં ભાવ ઘટ્યા
Gold Price Today: આજે એમસીએક્સ ખાતે સોનુ રૂ. 116 વધી રૂ. 71700 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 130 વધી રૂ. 89269ના સ્તરે ક્વોટ થઈ રહી છે. સ્થાનિક હાજર બજારમાં અમદાવાદ સહિત અન્ય ટોચના 12 શહેરોમાં આજે સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી છે. અમદાવાદમાં આજે બજાર ખૂલતાં 22 કેરેટ સોનાની કિંમત રૂ. 66390 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત રૂ. 72420 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. 24 કેરેટ સોનાની કિંમત રૂ. 74100 પ્રતિ 10 ગ્રામ આસપાસ જોવા મળી છે. જે શનિવારે રૂ. 74200 પ્રતિ 10 ગ્રામ હતી.
વૈશ્વિક સ્તરે રોકાણકારો અમેરિકી ફુગાવાના આંકડાઓ અને તે સંબંધિત ફેડ રિઝર્વના અધિકારીઓનું સત્તાવાર નિવેદનની જાહેરાત થવાની રાહ જોઈ રહ્યા છે. જેમાં ફેડ દ્વારા સપ્ટેમ્બરમાં વ્યાજદરો ઘટાડવાના આશાવાદ સાથે સોના-ચાંદીની ખરીદીમાં વધારો થયો છે. ગ્લોબલ સ્પોટ ગોલ્ડ 5.40 ડોલર વધી 2336.60 ડોલર પ્રતિ ઔંશ થયુ છે.
દેશના અન્ય શહેરોમાં સોનાના ભાવ
સાપ્તાહિક ધોરણે સોનામાં નજીવો વધારો, ચાંદી ઘટી
અમદાવાદના હાજર બુલિયન બજારમાં કિંમતી ધાતુની ખરીદીમાં અભાવ જોવા મળ્યો છે. જો કે, વૈશ્વિક સ્તરે ભાવની હિલચાલના પગલે સોના-ચાંદીના ભાવમાં તફાવત થયા છે. ગત સપ્તાહ દરમિયાન 24 કેરેટ સોનુ રૂ. 100 વધી અંતે રૂ. 74200 પ્રતિ 10 ગ્રામ થયુ હતું. જ્યારે ચાંદી રૂ. 1500 ઘટી રૂ. 88500 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી ચાંદીમાં બમ્પર ઉછાળાના કારણે પ્રોફિટ બુકિંગ વધ્યું છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.