Get The App

સાપ્તાહિક ધોરણે સોનાનો ભાવ રેકોર્ડ ટોચેથી રૂ. 2900 ઘટ્યો, ચાંદીમાં ઉછાળો, જાણો અમદાવાદમાં લેટેસ્ટ ભાવ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
સાપ્તાહિક ધોરણે સોનાનો ભાવ રેકોર્ડ ટોચેથી રૂ. 2900 ઘટ્યો, ચાંદીમાં ઉછાળો, જાણો અમદાવાદમાં લેટેસ્ટ ભાવ 1 - image


Gold Prices In Ahmedabad: કિંમતી ધાતુ બજારમાં આ સપ્તાહે ભારે વોલેટિલિટી જોવા મળી છે. ફેડ રિઝર્વ દ્વારા મિનિટ્સમાં વ્યાજદરમાં ઘટાડાનો કોઈ ઉલ્લેખ કરવા ન આવતાં બુલિયન રોકાણકારો નિરાશ થયા હતા. પરિણામે સોના-ચાંદીમાં પ્રોફિટ બુકિંગ વધ્યુ હતું. પરંતુ બાદમાં વ્યાજદરોમાં ઘટાડો થવાની 66 ટકા શક્યતાઓ સાથે ફરી પાછી ખરીદી શરૂ થઈ હતી.

અમદાવાદમાં ગત શનિવારે સોનુ રૂ. 76100 પ્રતિ 10 ગ્રામ સામે રૂ. 900 વધી 20 મે, 2024 સોમવારે રૂ. 77000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. જો કે, સાપ્તાહના અંતે રૂ. 2000 ઘટી રૂ. 74100 પર ટ્રેડ થઈ રહ્યું છે. જે રેકોર્ડ ટોચ સામે રૂ. 2900 ઘટ્યું છે.

ચાંદીમાં તેજી યથાવત

કિંમતી ધાતુમાં સોના અને ચાંદીમાં વિપરિત ચાલ જોવા મળી હતી. ચાંદી સાપ્તાહિક ધોરણે રૂ. 1000 વધી આજે રૂ. 91000 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી. જે તેની રેકોર્ડ ટોચ રૂ. 93000 પ્રતિ કિગ્રા સામે રૂ. 2000 તૂટી છેલ્લા 3 દિવસથી સ્થિરતા જાળવી છે.

MCX સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 13,90,694 સોદાઓમાં રૂ.1,15,733.54 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.72,907ના ભાવે ખૂલી, સપ્તાહ.1, દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.74,442 અને નીચામાં રૂ.71,500 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ 403 ઘટી રૂ.71,577ના ભાવે પહોંચ્યો હતો. 

આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.748 ઘટી રૂ.58,216 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.96 ઘટી રૂ.7,066ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,264 ઘટી રૂ.71,632ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.87,110ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.95,950 અને નીચામાં રૂ.86,900 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,137 વધી રૂ.90,437 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,302 વધી રૂ.90,441 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,262 વધી રૂ.90,419 બંધ થયો હતો.


Google NewsGoogle News