શ્રાવણ માસમાં સોના-ચાંદીની ચમક વધી, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ
Image: FreePik |
Gold Prices Today: સ્થાનિક બજારોમાં તહેવાર ટાણે ખરીદી વધવાના અહેવાલો વચ્ચે સોના-ચાંદીની ચમકમાં વધારો થયો છે. શ્રાવણ માસના બીજા સપ્તાહની શરુઆતમાં બે દિવસમાં સોનું રૂ. 750 મોંઘુ થયું છે. ચાંદીનો ભાવ પણ વધ્યો છે. અમદાવાદમાં ગઈકાલે સોનું રૂ. 500 મોંઘું થયા બાદ આજે વધુ રૂ. 250-300 વધવાનો સંકેત છે. અમદાવાદમાં સોનાની કિંમત રૂ. 72750 પ્રતિ 10 ગ્રામ (24 કેરેટ) આસપાસ ક્વોટ થઈ રહી છે. જ્યારે ચાંદી રૂ. 82000-82500ની રેન્જમાં રહેવાની સંભાવના છે.
દેશના ટોચના 12 શહેરોમાં સોનાના ભાવ
આ પણ વાંચોઃ શેરબજારમાં શુષ્ક માહોલ, સેન્સેક્સ 200 અને નિફ્ટી 57 પોઈન્ટ ડાઉન
ઉપરોક્ત દર્શાવેલા ભાવમાં જીએસટી કે મેકિંગ ચાર્જની ગણતરી કરવામાં આવી નથી. સોના પર 3 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ પર 5 ટકા જીએસટી લાગુ છે.
એમસીએક્સ સોના-ચાંદીની સ્થિતિ
વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુ બજારમાં ગઈકાલે ઘટાડો નોંધાતા આજે દેશના ટોચના બુલિયન એક્સચેન્જ એમસીએક્સ પર પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા. એમસીએક્સ સોનું રૂ. 137 ઘટી રૂ. 70601 પ્રતિ 10 ગ્રામ (4 ઑક્ટોબર વાયદો) અને એમસીએક્સ ચાંદીનો ભાવ રૂ. 573 ઘટી રૂ. 81051 પ્રતિ 10 ગ્રામ (5 સપ્ટેમ્બર) નોંધાયો હતો.
અમેરિકામાં જારી થનારા ફુગાવાના આંકડાઓ પર નજર રાખતાં બુલિયન રોકાણકારો હાલ પ્રોફિટ બુક કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ 4.50 ડોલર ઘટી 2499.50 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી -1.05 ટકા ઘટી 27.71 ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહી હતી. જો કે, પેલેડિયમ 3.60 ડોલર વધી 903 ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થઈ રહ્યું હતું.