સોનું આજે સસ્તું થયું, ચાંદીમાં ભાવ સ્થિર, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Rates Today: સ્થાનિક બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં આજે સોનાની કિંમત રૂ. 200 ઘટી રૂ. 75000 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. જ્યારે ચાંદી રૂ. 93000 પ્રતિ કિગ્રા પર સ્થિર રહી હતી. બીજી બાજુ એમસીએક્સ ખાતે સોનાનો ભાવ રૂ. 114 વધી રૂ. 72782 પ્રતિ 10 ગ્રામ (5 ઓગસ્ટ) અને એમસીએક્સ 5 સપ્ટેમ્બર માટે ચાંદી રૂ. 443 વધી રૂ. 93275 પ્રતિ કિગ્રા થઈ હતી.
વૈશ્વિક સ્તરે સોનાની કિંમત 7.90 ડોલર વધી 2387.40 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી 31.22 ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થઈ રહી હતી. બુલિયન રોકાણકારોની નજર ગુરૂવારે જારી થનારા અમેરિકી ફુગાવાના આંકડાઓ પર છે. ફેડ રિઝર્વના ચેરમેન પોવેલએ ડોવિશ વલણ આપવાની સાથે ફુગાવાની સ્થિતિ સુધરવાનો સંકેત આપ્યો છે. જેથી કિંમતી ધાતુમાં તેજી વધવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
આજે મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 67,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 67,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 73,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સિનિયર કોમોડિટી રિસર્ચ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વના વ્યાજ દર વિશે વધુ સ્પષ્ટતા મેળવવા રોકાણકારો યુએસ ફુગાવાના આંકડાની રાહ જોઈ રહ્યા છે. પોઝિટીવ આંકડા આવવાના અહેવાલ સાથે વૈશ્વિક સ્તરે સતત ત્રીજા સેશનમાં સોનાના ભાવ મજબૂત થયા હતા.
બ્રેન્ટ ક્રૂડ 85 ડોલર પ્રતિ બેરલ સાથે સ્થિર રહ્યું હતું. રોકાણકારોએ વધતા યુએસ વપરાશના સંકેતો સાથે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ની નબળી માંગ વૃદ્ધિને બેલેન્સ કરતાં હાલ સાવચેતીનું વલણ દર્શાવ્યું છે. બ્રેન્ટ ક્રૂડ 85.16 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું હતું.