2024માં સોનું 70 હજારનું થશે? આ કારણે ભાવ વધવાની શક્યતા, એક્સપર્ટ્સથી જાણો ભાવ
2 વર્ષની સુસ્તી બાદ સોનામાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે
ઓક્ટોબરમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધ પછી ફરી સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે
Image Envato |
તા. 6 ડિસેમ્બર 2023, બુધવાર
Gold Price: 2 વર્ષની સુસ્તી બાદ સોનામાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે. આ વર્ષે ગોલ્ડમાં રેકોર્ડ લેવલે કારોબાર કરી રહ્યો છે. સોનાનો ભાવ 63,000 ના નવા લેવલે જોવા મળી રહ્યો છે. ભારતીય બુલિયન જ્વેલર્સ એસોસિયેશન પ્રમાણે હાલમાં સોનાના ભાવ 62,266 રુપિયા પર સોદા થઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે આટલી તેજી જોયા પછી પણ હજુ સોનાના ભાવ ફરી વધશે??
ઓક્ટોબરમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધ પછી ફરી સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. તો એક્સપર્ટના કહેવા પ્રમાણે હજુ પણ સોનાના ભાવ વધવાનું ચાલુ રહેશે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 7 મહિનાથી ઉપરના લેવલ પહોચી ગઈ છે.
2024માં ક્યા જશે સોનાનો ભાવ
ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે કારણ કે ડોલરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં છેલ્લા 3 મહિનાથી નીચેના લેવલે ચાલી રહ્યો છે, જેનાથી અન્ય વિદેશી મુદ્રાઓમાં સોનુ ખરીદવું સસ્તુ થઈ ગયુ છે. ભારતમાં 24 કેરેટ ગોલ્ડના ભાવ હાલમાં 62000 રુપિયા પ્રતિ 10 ગ્રામના લેવલે પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે અલગ અલગ શહેરોમાં ભાવ તેની આસપાસ હોઈ શકે છે.
શું કહે છે એક્સપર્ટ
એક્સપર્ટના કહેવા પ્રમાણે, હાલમાં સોનાનો ભાવ 62,000 હજાર રુપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ચાલી રહ્યો છે. પરંતુ આવતા વર્ષે સોનાના ભાવ 65,000 થી 67,000 રુપિયાના નવા લેવલે જોવા મળી શકે છે. એટલે હાલમાં સોનાના આ ભાવમાં સોનું ખરીદવાથી ભવિષ્યમાં સારુ રિટર્ન મળી શકે છે.