Get The App

સોનાના ભાવ સાપ્તાહિક ધોરણે સ્થિર રહ્યા, ચાંદી રૂ. 2500 સસ્તું, જાણો લેટેસ્ટ અપડેટ્સ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
Gold Silver Price


Gold Price Today: કિંમતી ધાતુના બજારમાં તેજી વચ્ચે સ્થાનિક બજારમાં સોનાના ભાવ સપ્તાહના અંતે સ્થિર રહ્યા છે. અમદાવાદમાં આજે સોનાની કિંમત 19 જુલાઈની તુલનાએ રૂ. 500 ઘટી રૂ. 75500 પ્રતિ 10 ગ્રામ થઈ છે. જો કે, સાપ્તાહિક ધોરણે અગાઉના શનિવાર 13 જુલાઈએ રૂ. 75500 પ્રતિ 10 ગ્રામ સમકક્ષ રહ્યો છે.

ચાંદી સાપ્તાહિક ધોરણે રૂ. 2500 સસ્તું થયું છે. 13 જુલાઈએ રૂ. 93000 પ્રતિ કિગ્રા સામે આજે ચાંદીની કિંમત રૂ. 90500 પ્રતિ કિગ્રા નોંધાઈ છે. ગઈકાલની તુલનાએ ચાંદી આજે રૂ. 500 સસ્તી થઈ છે. સ્થાનીય બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળનું કારણ પ્રોફિટ બુકિંગ તેમજ ઘરાકીનો અભાવ છે. તહેવારોની સિઝન શરૂ. થવાની સાથે હવે સોના-ચાંદીમાં ઘરાકી વધવાની અપેક્ષા છે. જો કે, વધુ પડતાં ઊંચા ભાવના લીધે ગ્રાહકોએ ખરીદી પર કાપ મૂકે તેવી ભીતિ પણ વર્તાઈ રહી છે.

એમસીએક્સ સોનામાં રૂ. 844નો ઉછાળો, ચાંદીમાં રૂ. 2,418નું ગાબડું

એમસીએક્સ પર સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ. 73,204ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડે ઉપરમાં રૂ. 74,731 અને નીચામાં રૂ. 72,919ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 844ના ઉછાળા સાથે રૂ. 74,155ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ. 759 ઊછળી રૂ. 59,830 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ. 88 વધી રૂ. 7,297ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 760 વધી રૂ. 73,965ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ. 94,011ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 94,054 અને નીચામાં રૂ. 91,391ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 2,418ના ભાવઘટાડા સાથે રૂ. 91,772ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 2,334 ગબડી રૂ. 91,759 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 2,334ના કડાકા સાથે રૂ. 91,744 બંધ થયો હતો. 

  સોનાના ભાવ સાપ્તાહિક ધોરણે સ્થિર રહ્યા, ચાંદી રૂ. 2500 સસ્તું, જાણો લેટેસ્ટ અપડેટ્સ 2 - image


Google NewsGoogle News