Get The App

તહેવારો શરૂ થતા જ સોનું મોંઘું, ચાંદીમાં પણ રૂ. 3500નો ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
Gold price Today



Gold Price Today: રક્ષાબંધનના પવિત્ર તહેવાર સાથે દેશમાં તહેવારોની સિઝન શરુ થઈ ચૂકી છે. તહેવારોની શરુઆત સાથે જ સોના-ચાંદી બજારમાં પણ ઘરાકીમાં વધારા સાથે વૈશ્વિક સ્તરે પોઝિટિવ પરિબળોના પગલે અમદાવાદમાં આજે સોના-ચાંદીમાં અધધધ ઉછાળો જોવા મળ્યો છે.

અમદાવાદમાં સોનાનો ભાવ છેલ્લા બે દિવસમાં રૂ. 1500 વધી રૂ. 74500 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદી રૂ. 3500 મોંઘી થઈ રૂ. 85500 પ્રતિ કિગ્રા થઈ છે. શનિવારે સોનું રૂ. 74000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 83000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. શુક્રવારે સોનાની કિંમત રૂ. 73000 અને ચાંદીની કિંમત રૂ. 82000 હતી.

એમસીએક્સ સોના-ચાંદીમાં ઉછાળો

એમસીએક્સ ખાતે સોનાનો 4 ઑક્ટોબર વાયદો રૂ. 506 અને ચાંદીનો 5 સપ્ટેમ્બર વાયદો રૂ. 1155નો ઉછાળો નોંધાયો હતો. એમસીએક્સ ગોલ્ડ આજે રૂ. 72090 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 85505 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. વૈશ્વિક સ્તરે સોનું રૅકોર્ડ હાઈ નજીક 2561.20 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી 29.81 ડોલર પ્રતિ ઔંશ થઈ હતી. 

કિંમતી ધાતુમાં ઉછાળા પાછળનું કારણ

વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળો, ડોલરમાં નબળાઈ તેમજ ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની તીવ્ર શક્યતાઓ સાથે કિંમતી ધાતુમાં ફરી પાછી તેજી જોવા મળી છે. આગામી મહિને ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શરુઆત થવાના અંદાજ સાથે ડોલર સાત માસના તળિયે પહોંચ્યો છે. ડોલર ઇન્ડેક્સ પણ ઘટતાં કિંમતી ધાતુમાં ખરીદી વધી છે. સ્થાનિક સ્તરે પણ તહેવારોની સિઝન શરુ થઈ છે. 


તહેવારો શરૂ થતા જ સોનું મોંઘું, ચાંદીમાં પણ રૂ. 3500નો ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ 2 - image


Google NewsGoogle News