Get The App

Sovereign Gold Bond: શું સરકાર બંધ કરી દેશે સસ્તામાં સોનું ખરીદવાની આ યોજના? જાણો શું છે કારણ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
Sovereign Gold bond


Sovereign Gold Bond Scheme Will be Closed: કેન્દ્ર સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડસ સ્કીમ ખર્ચાળ હોવાથી બંધ કરવાની યોજના ધરાવતી હોવાનો અહેવાલ મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી 6 ટકા કરવાની જોગવાઈ કરવા પાછળનું કારણ સોવરેન ગોલ્ડ બોન્ડ્સની ઘટતી માગ હોવાનું જાણવા મળ્યું છે. ટેક્સમાં ઘટાડાના કારણે સોવરેન ગોલ્ડ બોન્ડની કિંમતો 2થી 5 ટકા ઘટી હતી.

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ખર્ચાળ

નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોવરેન ગોલ્ડ બોન્ડ્સ સ્કીમ અત્યંત ખર્ચાળ હોવાથી સરકાર તેને બંધ કરવા વિચારી રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડનો પ્રથમ તબક્કો 30 નવેમ્બર, 2015ના રોજ જારી થયો હતો. જેનું રિડમ્પશન નવેમ્બર, 2023માં થયુ હતું. જે રોકાણકારોએ ઓગસ્ટ, 2016માં જારી 2016-17 સિરિઝ-1માં રોકાણ કર્યું હતું, તેઓ ટૂંકસમયમાં અર્થાત ઓગસ્ટ, 2024ના પ્રથમ સપ્તાહમાં રિડમ્પશન કરાવી શકશે.

સોવરેન ગોલ્ડ બોન્ડ રિટર્ન

સોવરેન ગોલ્ડ બોન્ડ 2016-17 સિરિઝ 1ની કિંમત રૂ. 3119 હતી, જેનો વાર્ષિક વ્યાજદર 2.75 ટકા છે. રિડમ્પશનની કિંમત ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિ. દ્વારા રિડમ્પશનની તારીખના ત્રણ કામકાજના દિવસ દરમિયાન 999 ગોલ્ડ માટે જારી ભાવના આધારે નક્કી થશે. ઉલ્લેખનીય છે, સોવરેન ગોલ્ડ બોન્ડમાં વાર્ષિક 9-11 ટકાના દરે રિટર્ન મળી રહ્યું હોવાનું વરિષ્ઠ સરકારી અધિકારે જણાવ્યું છે.  હાલ સોવરેન ગોલ્ડ બોન્ડનો વ્યાજદર 2.5 ટકા છે. આ વ્યાજદર તેના આઠ વર્ષના મેચ્યોરિટી પિરિયડ સુધી નિશ્ચિત હોય છે. જે દર છ મહિને રોકાણકારોના ખાતામાં જમા થાય છે.

બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી

હાલમાં જ કેન્દ્ર સરકારે બજેટ 2024-25માં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી 6 ટકા કરી છે. અગાઉ 15 ટકા ડ્યૂટી વસૂલવામાં આવતી હતી. કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો સોનાની આયાતોને વેગ આપવાં તેમજ સોના-ચાંદીના વધતા ભાવો પર નિયંત્રણ લાવશે. 


Sovereign Gold Bond: શું સરકાર બંધ કરી દેશે સસ્તામાં સોનું ખરીદવાની આ યોજના? જાણો શું છે કારણ 2 - image


Google NewsGoogle News