વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધવા સાથે ઘરઆંગણે પ્રત્યાઘાતી ઘટાડો જોવાયો

- યુદ્ધના માહોલમાં ક્રૂડ વધ્યું પરંતું ઉંચે નવી માગ રુંધાઈ

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધવા સાથે ઘરઆંગણે પ્રત્યાઘાતી ઘટાડો જોવાયો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધતા અટકી ઘટાડા પર રહ્યા હતા. નવી માગ ધીમી રહી હતી. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોનું સેલીંગ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૫૨૫થી ૨૫૨૬ વાલા નીચામાં ૨૫૦૩ થઈ ૨૫૦૮થી ૨૫૦૯ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજાર પર ઘટી ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં નવી માગના અભાવે ઉંચા મથાળે માનસ નફારૂપી વેંચવાનું રહ્યું હતું.  મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯.૫૦ના ૭૧૭૫૪ વાળા રૂ.૭૧૪૭૫ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૨૦૪૨ વાળા રૂ.૭૧૭૬૨ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૮૬૧૯૧ વાળા રૂ.૮૫૯૬૨ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૩૦.૦૧ વાળા નીચામાં ૨૯.૭૭ થઈ ૨૯.૯૫થી ૨૯.૯૬ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઉંચેથી ઘટાડા પર રહેતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ બતી. દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૭૭થી ૯૭૮ વાળા નીચામાં ૯૫૪ થઈ ૯૬૧થી ૯૬૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૯૭૩થી ૯૭૪ વાળા નીચામાં ૯૫૭ તથા ઉંચામાં ૯૮૧ થઈ ૯૭૪થી ૯૭૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ નજીવો સુધારો બતાવતા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધતા અટકી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૮૧.૫૯ ડોલર થયા પછી નીચામાં ભાવ ૮૦.૫૯ થઈ ૮૦.૭૭ ડોલર રહ્યા હતા. ઉંચા મથાળે નવી માગ ધીમી રહી હતી. યુએસ ક્રૂડના ભાવ ૭૭.૦૭ વાળા ૭૭.૪૮ થયા પછી નીચામાં ભાવ ૭૬.૫૦ થઈ ૭૬.૬૯ ડોલર રહ્યા હતા. 

લીબીયામાં ઉત્પાદન ઘટતાં તથા મિડલ ઈસ્ટ અને રશિયા-યુક્રેનમાં ફરી યુદ્ધનો માહોલ સર્જાતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવતાજેતરમાં ૩ દવિસમાં આશરે ૬થી ૭ ટકા વધી ગયા પછી આજે ભાવમાં પીછેહટ જોવા મળી હતી.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૪૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૨૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૮૬૦૦૦ બોલાઈ રહ્યા હતા. ચીનમાં ઈન્ડસ્ટ્રીઝ  પ્રોફીટના આંકડા આજે સારા આવતાં ત્યાં અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી રહ્યાની આશા વિશ્વ બજારના જાણકારો બતાવતા હતા.


bullion

Google NewsGoogle News