સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો કારણ અને આજની લેટેસ્ટ અપડેટ્સ
Gold Silver Price Today: બુલિયન માર્કેટ અને ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશને સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું જણાવ્યું છે. સ્થાનીય બજારમાં સોનુ રૂ. 1000 પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. 22 કેરેટ સોનાનો ભાવ મંગળવારે સરેરાશ રૂ. 66400 પ્રતિ 10 ગ્રામ હતો જે આજે રૂ. 800 ઘટી 65600 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું હતું.
અમદાવાદમાં ગઈકાલે સોનાના ભાવ રૂ. 72000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ સ્થિર રહ્યા હતા. ચાંદીનો ભાવ રૂ. 500 ઘટી રૂ. 80500 પ્રતિ કિગ્રા બોલાઈ રહ્યો હતો. એમસીએક્સ સોનુ રૂ. 25 ઉછળી 68990 પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી 5 સપ્ટેમ્બર વાયદો રૂ. 223 ઘટી રૂ. 79400 પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યું હતું.
આ પણ વાંચોઃ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો, રોકાણકારોની મૂડીમાં 7 લાખ કરોડનો વધારો
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, અમેરિકી ડોલરમાં તેજીના કારણે સોનાના ભાવમાં પ્રેશર જોવા મળ્યું છે. કોમેક્સ પર સોનાનો ભાવ ઘટી 2388 ડોલર પ્રતિ ઔંશ થયો હતો. એક દિવસ પહેલાં તે 2400 ડોલર પ્રતિ ઔંશ હતો. અમેરિકામાં મંદીની ભીતિ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા સર્જાઈ છે.
ડોલર ઈન્ડેક્સમાં તેજીના પગલે સોનામાં પ્રેશર જોવા મળ્યું છે. ટ્રેઝરી યીલ્ડમાં વધારો પણ કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો થયો છે. જો કે, રોકાણકારોને હજી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઘટે તેવી આશંકા છે. ફેડ તરફથી રેટ કટનું ચિત્ર સ્પષ્ટ થાય બાદમાં સોના-ચાંદીનું વલણ નક્કી થવાનો કોમોડિટી નિષ્ણાતે જણાવ્યુ છે.