સોનાના ભાવમાં 15 દિવસમાં 1500નો ઘટાડો, પુષ્યનક્ષત્ર-ધનતેરસમાં પણ ચમક ઘટી

સોનાના ભાવમાં પડેલા ગાબડાંને કારણે પુષ્યનક્ષત્રમાં પણ ચમકહીન રહેલા સોના-ચાંદીના બજારમાં ફરી ચમક આવશે

ગત વર્ષની સરખામણીએ આ વર્ષની ધનતેરસના દિવસે માંડ 20 ટકા જ બિઝનેસ થયો

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News

અમદાવાદ, તા. 14 નવેમ્બર 2023, મંગળવાર 

ગત  31મી ઓક્ટોબરે 10 ગ્રામ સોનાના ભાવ રુપિયા 63,340 ની નવી સપાટી પર પહોચેલ સોનામાં ત્યારબાદ સતત ઘટાડો જોવા મળતા આજે 14મી નવેમ્બર રોજ 61,840 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયુ છે. એટલે કે 15 જ દિવસમાં સોનાના ભાવમાં રુપિયા 1500 રુપિયાનું ગાબડું પડ્યું છે. અમેરિકાનું અર્થતંત્ર મંદીની મજબૂત પકડમાં આવી રહ્યું હોવાની દહેશત વચ્ચે સોનાના ભાવમાં ગાબડું પડ્યું હોવાનું માનવામાં આવે છે.  

ધનતેરસના દિવસે પણ ગુજરાતમાં બજાર સ્થિર રહ્યા 

જોકે સોનાના ભાવમાં પડેલા ગાબડાંને કારણે પુષ્યનક્ષત્રમાં પણ ચમકહીન રહેલા સોના-ચાંદીના બજારમાં ફરી ચમક આવશે તેવી આશા સેવી રહ્યા છે. જોકે ધનતેરસના દિવસે પણ અમદાવાદ અને ગુજરાતના સોના -ચાંદીના બજારમાં ખાસ કોઈ ચમક જોવા મળી જ નહોતી.

ડિજિટલ ગોલ્ડની ડિમાન્ડ વધી

સોના ચાંદીના બજારમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષની ધનતેરસના દિવસે માંડ 20 ટકા જ બિઝનેસ થયો હતો. બીજીતરફ ડિજિટલ ગોલ્ડની ડિમાન્ડ વધી છે. છેલ્લા એક ઇ- ગોલ્ડના રૂા. 840 કરોડની આસપાસના બિઝનેસ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સપ્ટેમ્બર માસમાં ઇટીએફ ગોલ્ડમાં રૂા. 175 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

ભાવમાં સતત વધ-ઘટના કારણે લગ્ન પ્રસંગ માટે ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે

ભાવ ઘટવાની આશાએ લગ્નપ્રસંગે ફરજિયાત દાગીનાની ખરીદી માટે બેસી રહેલો મોટો વર્ગ સોનાના ભાવમાં સતત જોવા મળતી વધઘટને કારણે નવું સોનું ખરીદવા ઇચ્છનારાઓ ભાવ હજીય નીચે જાય તેની રાહ જોઈ રહ્યા છે. લગનસરામાં ફરજિયાત ખરીદવાનું હોવાથી ખપ પૂરતુ લેવા માટે પણ ભાવ નીચે જાય તેવી આશા રાખીને કેટલોક વર્ગ હાલમાં ખરીદી કરી રહ્યો નથી. 

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના કહેવા મુજબ સોનાની ખરીદી કરનારાઓ સોનાના ભાવની બાબતમાં અગાઉની તુલનાએ અત્યારે ભાવની બાબતમાં વધુ સજાગ થઈ ગયો છે.  ટૂંકા ગાળામાં સોનાના ભાવમાં ખાસ્સી વધઘટ થવાની તેમને પણ આશા છે. ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયો સામેના જોખમને હળવું કરવા માટે પણ કેટલાક પ્રોફેશનલ્સ સોનામાં તેમની મૂડીનું રોકાણ કરી રહ્યા છે. તેમને પણ લાગી રહ્યું છે કે સોનામાં ડીમાન્ડ વધવાની શક્યતા છે. તેથી પ્રોફેશનલ ઇન્વેસ્ટર્સ પણ તેમાં રોકાણ કરવા માટે તક ઝડપી લેવા તૈયાર થઈને બેઠાં છે. 

તક ઝડપી લેવાની ફિરાકમાં છે મોટાભાગના ઇન્વેસ્ટર્સ

ઇઝરાયલ હમાસ અને રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે પણ ગોલ્ડની સેફ હેવન ઇનવેસ્ટમેન્ટ તરીકે ડીમાન્ડ રહેવાની વધારે સંભાવના છે. દસ ગ્રામ સોનું રુપિયા 63000થી પણ ઉપર જઈને પાછુ ફર્યું હોવાથી તેમાં રોકાણ કરવાની તકઝડપી લેવાની ફિરાકમાં ઘણાં ઇન્વેસ્ટર્સ તૈયાર છે. તેથી સોનામાં ભાવના ઘટાડે  લેવાલી જોવા મળી શકે છે.


Google NewsGoogle News