Get The App

સોનામાં ધૂમ તેજી, આજે ભાવ ફરી રૂ. 500 વધી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો, જાણો અમદાવાદમાં શું રહી કિંમત

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
Gold Price


Gold Price All Time High: અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા 29 જાન્યુઆરીના રોજ યોજાનારી બેઠક પૂર્વે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ અમેરિકાની ટેરિફ નીતિ મુદ્દે ભીતિના કારણે સ્થાનિક બજારોમાં તેજી જોવા મળી છે. 

અમદાવાદમાં આજે સોનું ફરી રૂ. 500 વધી રૂ. 83500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે. એમસીએક્સ ખાતે છેલ્લા દસ દિવસમાં સોનું રૂ. 2000 પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. ઉલ્લેખનીય છે, આજે ચાંદીનો ભાવ રૂ.500 ઘટી રૂ. 91000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થયો હતો.

ફેડ બેઠકના પરિણામની રાહ

ચીનમાં લુનાર ન્યૂ યર હોલિડે ચાલી રહ્યો હોવાથી બજારો બંધ છે. રોકાણકારો ચાલુ કેલેન્ડર વર્ષની પ્રથમ ફેડ બેઠક પર નજર રાખી રહ્યા છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી 100 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યા બાદ ફેડ આ બેઠકમાં હોકિશ વલણ જાળવી રાખે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજના દરો ઘટાડવા અપીલ કરી છે. જેથી તમામ માર્કેટ માટે આ ફેડની બેઠક મહત્ત્વની બની છે.

ડૉલર સામે રૂપિયો સ્થિર રહ્યો

ડૉલર સામે રૂપિયો આજે ઇન્ટ્રા ડે તૂટ્યા બાદ અંતે 1 પૈસા સુધરી 86.56 પર બંધ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ પર વ્યાજના દર યથાવત્ રહેવાની શક્યતા સાથે 108 ડૉલર પર ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનામાં ધૂમ તેજી, આજે ભાવ ફરી રૂ. 500 વધી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો, જાણો અમદાવાદમાં શું રહી કિંમત 2 - image


Google NewsGoogle News