Get The App

સોના-ચાંદીમાં લાલચોળ તેજી: સોનાના ભાવ આસમાને, ચાંદીમાં રૂ. 1000નો ઉછાળો

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
Gold price All time High


Gold Price All Time High: અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકા ઘટાડો કરવામાં આવ્યા બાદ બુલિયન માર્કેટમાં તેજી જ તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારોના સથવારે તેમજ સ્થાનિકમાં આવક કરતાં માગ વધતાં કિંમતી ધાતુના ભાવ આસમાને પહોંચ્યા છે.

અમદાવાદ ચોક્સી મહાજન દ્વારા જારી રેટ અનુસાર, કોમોડિટી બજારોમાં વ્યાપક તેજીના પગલે આજે સ્થાનિક બજારમાં સોનું રૂ. 300 વધી પ્રથમ વખત 78000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યું છે, આ સાથે સોનાની કિંમત રૂ. 78100 પ્રતિ 10 ગ્રામની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી છે. બીજી તરફ ચાંદી વધુ રૂ. 1000 ઉછળી રૂ. 90500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે. 

કોમેક્સ ચાંદી 34 ટકા, ગોલ્ડ 29 ટકા રિટર્ન

માર્કેટ નિષ્ણાતોના મતે, જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ, નબળો યુએસ ડૉલર, વ્યાજના દરોમાં કાપ, ઔદ્યોગિક માગમાં વધારો સહિતના પરિબળોના કારણે ચાલુ કેલેન્ડર વર્ષ કિંમતી ધાતુ માટે આશીર્વાદ સમાન રહ્યું છે. રોકાણકારોએ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી કોમેક્સ સોનામાં 29 ટકા અને કોમેક્સ ચાંદીમાં 34 ટકા રિટર્ન મળ્યું છે. સ્થાનિક બજારમાં સોનામાં 19.60 ટકા અને ચાંદીમાં 22.19 ટકા રિટર્ન છૂટ્યું છે. એમસીએક્સ ચાંદીમાં 24 ટકા, એમસીએક્સ સોનામાં 20 ટકાથી વધુ રિટર્ન પ્રાપ્ત થયું છે. 

આ પણ વાંચોઃ શેરબજારમાં બુલ રન, સેન્સેક્સે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો, નિફ્ટી પણ 26250 ક્રોસ થયો

અમદાવાદમાં સોના-ચાંદીમાં રિટર્ન

વિગત1-1-2426-9-24રિટર્ન
સોનું653007810012800
ચાંદી743009050016200

(નોંધઃ સોનાની કિંમત રૂ. પ્રતિ 10 ગ્રામ, અને ચાંદીની કિંમત રૂ. પ્રતિ કિગ્રામાં)

ચાંદી રૂ. 100000 ક્રોસ કરે તેવી તીવ્ર શક્યતા

કોમોડિટી માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે વ્યાજ દરમાં ઘટાડો, ચીન દ્વારા કિંમતી ધાતુની માગમાં વૃદ્ધિ, ઈવી-ગ્રીન એનર્જીના વેગના કારણે ચાંદીની માગ વધી છે. જે વર્ષના અંત સુધી ચાંદી છ ડિજિટનો આંકડો અર્થાત્ 1 લાખની સપાટી ક્રોસ કરે તેવી તીવ્ર શક્યતાઓ દર્શાવે છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) મુજબ, ગ્લોબલ રિન્યુએબલ ક્ષમતા 2030 સુધીમાં 50% વધવાની ધારણા છે, જે ચાંદીની ઔદ્યોગિક માંગને પ્રોત્સાહન આપશે.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

સોના-ચાંદીમાં લાલચોળ તેજી: સોનાના ભાવ આસમાને, ચાંદીમાં રૂ. 1000નો ઉછાળો 2 - image


Google NewsGoogle News