Get The App

ચાંદીમાં આગઝરતી તેજી, રૂ. 1,500નો ઉછાળો, સોનું ફરી ઓલટાઇમ હાઇ, જાણો આજના ભાવ

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
ચાંદીમાં આગઝરતી તેજી, રૂ. 1,500નો ઉછાળો, સોનું ફરી ઓલટાઇમ હાઇ, જાણો આજના ભાવ 1 - image


Gold Price All Time High: વૈશ્વિક સ્તરે ટેરિફ વોર, જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે. સોના કરતાં ચાંદીમાં આજે આગઝરતી તેજી સાથે સ્થાનિક સ્તરે રૂ. 1500 અને ચાંદી વાયદો 2394 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.

અમદાવાદમાં સોનું ફરી રૅકોર્ડ સ્તરે

અમદાવાદમાં સોનાના ભાવ છેલ્લા બે સપ્તાહથી વધી રહ્યા છે. આજે સોનાનો ભાવ રૂ. 500 ઉછળી રૂ. 89000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી રૂ. 1500 ઉછળી રૂ. 96500 પ્રતિ કિગ્રા થઈ હતી. ચાંદીમાં આક્રમક ખરીદીના પગલે તે ઝડપથી રૂ. એક લાખ પ્રતિ કિગ્રાની સપાટી ક્રોસ કરે તેવી શક્યતાઓ વધી છે.

આ પણ વાંચોઃ શેરબજારમાં મોટાપાયે ઉથલ-પાથલ, સ્મોલકેપ-મીડકેપના રોકાણકારો રાતા પાણીએ રોયા, સાત લાખ કરોડનું નુકસાન

એમસીએક્સ ચાંદીમાં તેજી

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. 95449ના ભાવે ખુલી, ઉપરમાં રૂ. 98130 અને નીચામાં રૂ. 95449ના મથાળે અથડાઈ, રૂ. 95233ના આગલા બંધ સામે રૂ. 2394 વધી રૂ. 97627ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 2291 વધી રૂ. 97379ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. 2290 વધી રૂ. 97334ના ભાવ થયા હતા. 

એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 86020ના ભાવે ખુલી, ઉપરમાં રૂ. 86358 અને નીચામાં રૂ. 86014ના મથાળે અથડાઈ, રૂ. 85809ના આગલા બંધ સામે રૂ. 292 વધી રૂ. 86101ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ. 355 વધી રૂ. 69577ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ. 82 વધી રૂ. 8657ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 255 વધી રૂ. 85623ના સ્તરે પહોંચ્યો હતો.

સોનામાં તેજી જળવાઈ રહેશે

જેએમ ફાયનાન્સિયલ સર્વિસિઝ લિ.ના કોમોડિટી ઍન્ડ કરન્સી રિસર્ચ ઈબીજી-વાઇસ પ્રેસિડન્ટ પ્રણવ મેરએ જણાવ્યું હતું કે, ટ્રેડ ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓ સાથે ટ્રેડર્સ અને રોકાણકારોએ સોનામાં ખરીદી વધારી છે. અમેરિકાનો ડૉલર નબળો પડતાં બુલિયન માર્કેટને ટેકો મળ્યો છે. ડૉલર ઇન્ડેક્સ આ સપ્તાહમાં 1 ટકા ઘટ્યો છે. ઔદ્યોગિક માગમાં વૃદ્ધિના કારણે ચાંદીમાં સોના કરતાં પણ આક્રમક તેજી જોવા મળશે. ટેક્નિકલી ગોલ્ડ વાયદો 85900-85650ના સપોર્ટ લેવલ સાથે તેજીમાં રહેશે.

ચાંદીમાં આગઝરતી તેજી, રૂ. 1,500નો ઉછાળો, સોનું ફરી ઓલટાઇમ હાઇ, જાણો આજના ભાવ 2 - image


Google NewsGoogle News