Gold Outlook: વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ 30 ટકા સુધી વધશે, રેકોર્ડ તેજીની સંભાવના, જાણો કેમ?

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
Gold Outlook: વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ 30 ટકા સુધી વધશે, રેકોર્ડ તેજીની સંભાવના, જાણો કેમ? 1 - image


Gold Price Outlook: શેરબજારોની રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે કિંમતી ધાતુ પણ ઝડપથી વધુ રોજ નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી રહી છે. વૈશ્વિક સ્તરે સોનુ આજે 2350 ડોલર પ્રતિ ઔંસની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. જ્યારે ચાંદીમાં પણ તેજી રહી છે. એમસીએક્સ ગોલ્ડ અને એમસીએક્સ સિલ્વર પણ રેકોર્ડ ટોચ સર્જી છે.

રોઝનબર્ગ રિસર્ચના પ્રેસિડન્ટ અને પ્રચલિત અર્થશાસ્ત્રી ડેવિડ રોઝનબર્ગે જણાવ્યું હતું કે, સોનુ હાલ આકર્ષક બન્યું છે, જે બિટકોઈન અને અન્ય ટોચની કરન્સી સામે મબલક રિટર્ન આપી રહ્યું છે. ડોલરની મજબૂતી, ફુગાવામાં ઘટાડાની શક્યતા તેમજ ફેડની રેટ કટની જાહેરાતોના પગલે સોનામાં તેજી આવી છે. સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની મોટાપાયે ખરીદી વધી છે. ડોલરની મજબૂતી વધવાના ભય સાથે જાપાન, રશિયા, તુર્કી અને પોલેન્ડ, ચીન સહિતના દેશો સેફ હેવનમાં ખરીદી વધારી રહ્યા છે.

સેન્ટ્રલ બેન્કોએ 2023ના ત્રીજા ત્રિમાસિકમાં 361 ટન ગોલ્ડ ખરીદ્યું હતું, જ્યારે 2022માં 77 ટન ગોલ્ડ વેચ્યું હતું. ભારત, ચીન સહિત ઉભરતા બજારોમાં સોનાનો ચળકાટ વધી રહ્યો છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ ચાંદીની માગ વધી છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં વપરાશ વધ્યો છે. જેના લીધે પણ ભાવમાં ગ્રોથ જોવા મળ્યો છે.

ટૂંકસમયમાં 15 ટકાનો ઉછાળો નોંધાશે

સોનામાં સતત તેજીનો દોર જારી રહેવાના આશાવાદ સાથે રોઝનબર્ગે ટૂંકસમયમાં 15 ટકાનો ઉછાળો નોંધાય તેવી શક્યતાઓ દર્શાવી છે. વધુમાં જો સેન્ટ્રલ બેન્કો વ્યાજદરમાં ઘટાડાની શરૂઆત કરે તો સોનામાં વર્તમાન કિંમતેથી 30 ટકા સુધીની વૃદ્ધિ નોંધાય તેવી ક્ષમતાઓ છે. ગ્લોબલ રિઅલ ઈન્ટરેસ્ટ રેટ્સ રિટર્ન પ્રિ-2000ની સરેરાશથી વધ્યો છે. અમેરિકી ડોલર 12 ટકા સુધી ઘટશે, જ્યારે સોનાની કિંમત 10 ટકા વધશે.

2500 ડોલર પ્રતિ ઔંશના રેઝિસ્ટન્સ લેવલ છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ પર સોનાની કિંમતો નિર્ધારિત થઈ શકે છે. રોકાણકારો સોનામાં નજીવા કરેક્શન સમયે ખરીદી વધારી શકે છે.


Google NewsGoogle News