સોનામાં તેજીના કારણે ગોલ્ડ લોનની માગ વધશે, જાણો કઈ બેન્ક કેટલા દરે કરી રહી છે ધિરાણ
Image: Envato |
Gold Loan: વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુ બજાર માટે સકારાત્મક પરિબળોના પગલે સોનાના ભાવમાં ફરી પાછી તેજી જોવા મળી છે. ગઈકાલે અમદાવાદમાં સોનું રૂ. 76000 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું હતું. સોનામાં તેજી ગોલ્ડ લોન લેવા ઈચ્છુકો માટે શુભ સંકેતો આપે છે. કારણકે, ભાવમાં વૃદ્ધિના કારણે લોનધારકોને ગોલ્ડ પર વધુ રકમની લોન મળી શકશે.
ઓછા દસ્તાવેજ પર ઝડપથી નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે અવારનવાર સોનાની અવેજમાં લોન લેવામાં આવતી હોય છે. આરબીઆઈના ડેટા મુજબ, 2020માં ગોલ્ડ લોન પેટે રૂ. 46971 કરોડની ફાળવણી થઈ હતી. જે સતત વધી સપ્ટેમ્બર, 2022 સુધી લગભગ બમણી રૂ. 80617 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2022-23માં 22.7 ટકાના દરે ગોલ્ડ લોન માર્કેટ ગ્રોથ કરી રહ્યું છે. ઘણી સરકારી અને ખાનગી બેન્કો ઉપરાંત નાણાકીય સંસ્થાઓ જુદા-જુદા રેટ પર ગોલ્ડ લોન આપી રહી છે.
આ પણ વાંચોઃ દેશના વેપાર ગૃહોને બેન્કો ચલાવવા દેવાની હાલમાં કોઈ દરખાસ્ત નથી : RBI ગવર્નર
ગોલ્ડ લોનના વ્યાજદર
ખાનગી સેક્ટરની બેન્ક એચડીએફસી બેન્ક બે વર્ષ માટે રૂ. 5 લાખની ગોલ્ડ લોન પર 8.5 ટકા વ્યાજ વસૂલી રહી છે. જેમાં માસિક ધોરણે રૂ. 22568નો ઈએમઆઈ ચૂકવવો પડશે. ઈન્ડિયન બેન્ક બે વર્ષ માટે રૂ. 5 લાખની ગોલ્ડ લોન 8.65 ટકાના દરે ફાળવી રહી છે. જેમાં માસિક ધોરણે રૂ. 22599નો ઈએમઆઈ ચૂકવવો પડે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા 8.7 ટકાના દરે લોન ફાળવી રહી છે. જે બે વર્ષ માટે રૂ. 5 લાખની ગોલ્ડ લોન પર રૂ. 22610નો ઈએમઆઈ વસૂલે છે. બેન્ક ઓફ ઈન્ડિયા બે વર્ષના પિરિયડ પર રૂ. 5 લાખની ગોલ્ડ લોન 8.8 ટકાના દરે ફાળવી રહી છે. જેમાં રૂ. 22631નું ઈએમઆઈ દરમહિને ચૂકવવુ પડી શકે છે.
વિવિધ બેન્કોમાં બે વર્ષ માટે ગોલ્ડ લોનના વ્યાજદર