Get The App

ચાંદી હવે 'લાખેણી' : સોનું રૂ. 91,500ની વિક્રમી ટોચે

Updated: Mar 28th, 2025


Google News
Google News
ચાંદી હવે 'લાખેણી' : સોનું રૂ. 91,500ની વિક્રમી ટોચે 1 - image


- ટ્રમ્પની ઓટો ટેરિફની જાહેરાત બાદ વૈશ્વિક સોનું ઉછળીને 3056 ડોલર

- ટ્રેડ વોર વધવાની શક્યતા વચ્ચે સોનામાં સેફ-હેવન બાઈંગ વધ્યું  ભાવ વધી 3300 ડોલર થવાની આગાહી ગોલ્ડમેન સેકે કરી

અમદાવાદ, મુંબઈ : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઓટો ટેરીફ જાહેર કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર વધવાની ભીતિ વચ્ચે વિશ્વ બજારમાં આજે સોનામાં સેફ-હેવન સ્વરૂપની લેવાલી વચ્ચે સોનું ઉછળીને ૩૦૫૬ ડોલર પહોંચતા  દેશના સોના-ચાંદી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. જે પૈકી આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદી આજે રૂ. ૧,૦૦,૦૦૦ની સપાટીને સ્પર્શી ગઈ હતી બીજી તરફ સોનું પણ ઉછળીને રૂ. ૯૧,૫૦૦ની નવી વિક્રમી ટોચે પહોંચ્યું હતું. 

વિશ્વ બજારમાં ભાવ ઉછળતાં તથા કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ફરી વધતાં દેશમાં આયાત થતા  સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ વધી આવતા તેની બજાર પર સીધી અસર જોવાઈ હતી.  ટ્રમ્પના પગલા બાદ વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૨૬થી ૩૦૨૭ વાળા વધી ઉંચામાં ૩૦૫૫થી ૩૦૫૬ ડોલર થઈ ૩૦૪૯થી ૩૦૫૦  ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૩૩.૮૬ વાળા ઉંચામાં ૩૪.૧૭ થઈ ૩૩.૯૭થી ૩૩.૯૮ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ભાવ ઉછાળેે રેકોર્ડ આગળ વધ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી ૯૯૫ના રૂ.૯૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૫૦૦ની નવી ટોચે પહોંચ્યા  હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ વધુ રૂ.૧૦૦૦ વધી રૂ. ૧,૦૦,૦૦૦ને આંબી ગયા હતા. 

દરમિયાન, મુંબઈ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૮૮૦૬૭ તથા ૯૯૯ના રૂ.૮૮૪૧૭ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૯૯૭૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશન ા નીચામાં ૯૭૨ તથાી ઉંચામાં ૯૮૩ થઈ ૯૭૫થી ૯૭૬ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ નીચામાં ૯૬૩ તથા ઉંચામાં ૯૮૧ થઈ ૯૭૬થી ૯૭૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ઉંચા મથાળેથી ૧.૦૯ ટકા ઘટયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી ઘટયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૩.૯૭ તથા નીચામાં ૭૩.૩૫ થઈ ૭૩.૬૩ ડોલ ર રહ્યા હતા. અમેરિકાના પ્રમુખે ઓટો ટેરીફનો સંકેત આપતાં ક્રૂડના ભાવ વધ્યા મથાળેથી  ઘટયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. 

દરમિયાન, સોનાના વૈશ્વિક ભાવ આ  વર્ષે આગળ ઉપર વધી ઉંચામાં ૩૩૦૦ ડોલર થશે એવી આગાહી ગોલ્ડમેન સેક દ્વારા કરાયાના સમાચારની અસર પણ ઝવેરી બજાર પર પોઝીટીવ જોવા મળી હતી. અમેરિકામાં જીડીપીના આંકડા અપેક્ષાથી સારા આવ્યા હતા જ્યારે ત્યાંથી નિકાસ વધતાં વેપાર ખાધ ઘટયાના સમાચાર મળ્યા હતા.

Tags :