Get The App

સોનું રેકોર્ડ તેજીના પગલે રૂ.84,000ની ટોચે : ચાંદીમાં પણ 1,500નો ઉછાળો

- વૈશ્વિક સોનું વધ્યું: ચાંદી ઔંશના ૩૧ ડોલર ઉપર ગઈ

- કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ તેજીનો ચમકારો

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
સોનું રેકોર્ડ તેજીના પગલે રૂ.84,000ની ટોચે : ચાંદીમાં પણ 1,500નો ઉછાળો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી.  ચાંદીના ભાવ પણ વધુ ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા.  વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઘટાડો  તથા અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડાને બ્રેક લાગ્યાના નિર્દેશો વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું એક્ટીવ બાઈંગ જોવા મળ્યું હતું.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૫૬થી ૨૭૫૭ વાળા વધી ૨૭૮૧થી ૨૭૮૨  ડોલર રહ્યા હતા.  વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયો વધુ તૂટતાં કિંમતી  ધાતુઓની  ઈંમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે રેકોર્ડ તેજી આગળ વધી હતી.

અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ  રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૩૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૪૦૦૦ને અંાબી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૯૨ હજાર પાર કરી  રૂ.૯૨૫૦૦ બોલાયા હાત.  વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૩૦.૪૬થી ૩૦.૪૭ વાળા વધી ૩૧ પાર કરી  ૩૧.૧૨ ડોલર રહ્યા તા.

દરમિયાન, વૈશ્વિક પ્લેટીમના ભાવ ૯૪૬થી ૯૪૭ વાળા વધી ૯૬૬થી ૯૬૭ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના  ભાવ ૯૫૭થી ૯૫૮ વાળા  વધી આજે રૂ.૯૮૭થી ૯૮૮ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના  ભાવ ૫૦.૫૩ ટકા વધ્યા હતા. વિશ્વ બજારમાં  ક્રૂડતેલના  જોકે નરમ રહ્યા હતા. 

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૬.૯૦ વાળા નીચામાં ૭૬ થઈ ૭૬.૭૧  ડોલર રહ્યા હતયા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૩.૩૦ વાળા નીચાાં ૭૨.૦૨ થઈ ૭૨.૬૮ ડોલર રહ્યા હતા.  અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક વધ્યો છે.  હવે સોમવારે મળનારી ઓપેકની મિટિંગ પર બજારની નજર રહી છે.

bullion

Google NewsGoogle News