Get The App

સોનામાં રેકોર્ડ તેજી, રૂ.83,000 નજીક પહોંચ્યું

- અમદાવાદ ચાંદી રૂ.૧૦૦૦ વધી: વૈશ્વિક સોનું ૨૭૫૦ ડોલર પાર

- ચીન પર ટેરીફના ટ્રમ્પના સંકેતો વચ્ચે વિશ્વ બજારમાં કોપર તથા ક્રૂડના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
સોનામાં રેકોર્ડ તેજી, રૂ.83,000 નજીક પહોંચ્યું 1 - image


ડોલર ઈન્ડેક્સ  ઘટતાં સોનામાં ફંડોના બાઈંગ વચ્ચે વૈશ્વિક ભાવ ઉછળ્યા

અમદાવાદ, મુંબઈ : અમેરિકાના પ્રમુખ પદે ટ્રમ્પે હોદ્દો ધારણ કર્યા બાદ ટ્રેડવોરની ભિતી વચ્ચે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટવા સાથે અમેરિકાની બોન્ડયીલ્ડમાં ઘટાડો થતા વૈશ્વિક બજારમાં આજે સોનામાં ફંડોની નવી લેવાલી નીકળતા વૈશ્વિક સોનું ઉછળીને ૨૭૬૦ ડોલરની ઉંચી સપાટીએ  પહોંચી જતા તેની સીધી અસર સ્થાનિક સોના-ચાંદીબજારો પર જોવાઈ હતી. આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું ઉછળીને રૂપિયા ૮૩ હજારની નજીક એટલે કે ૮૨૮૦૦ની વિક્રમી ટોચે પહોંચી ગયું હતું. આ અગાઉ અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગત તારીખ ૩૦ ઓક્ટોમ્બર ૨૦૨૪ના રોજ સોનુ રૂપિયા ૮૨૩૦૦ની ટોચે પહોંચ્યું હતું. આ વિક્રમ આજે તોડીને અમદાવાદ સોનુ નવી ટોચે પહોંચ્યું હતું.

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનામાં રેકોર્ડ તેજી ઝડપી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર તીવ્ર ઉછાળો બતાવતા હતા.  વિશ્વ બજાર વધી જતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે રેકોર્ડ તેજી આગળ વધી હતી.  જોકે ઉંચા મથાળે નવી માગ ધીમી પડયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

 અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૮૩ હજાર  નજીક પહોંચી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૨૬થી ૨૭૨૭ વાળા ઉછળી ઉંચામાં ૨૭૬૩થી ૨૭૬૩ થઈ ૨૭૫૯થી ૨૭૬૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં 

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૩૦.૬૧થી ૩૦.૬૨ વાળા ઉંચામાં ૩૦.૯૫થી ૩૦.૯૬  થઈ ૩૦.૮૩થી  ૩૦.૮૪ ડોલર રહ્યા હતા. 

 ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૦ વધી ૯૯.૫૦ના  રૂ.૮૨૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૨૮૦૦ની ટોચે પહોંચ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ  રૂ.૧૦૦૦ વધી રૂ.૯૧૫૦૦ બોલાયા હતા. મુંબઈ બુલીયન બજારમાં  આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૯૧૩૫ વાળા રૂ.૭૯૮૭૩ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૯૨૫૩ વાળા રૂ.૮૦૧૯૪ રહ્યા હતા.

જ્યારે  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી   વગર રૂ.૯૦૫૩૩ વાળા રૂ.૯૧૨૪૮ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના તાલતા ભાવની સામે ઘરઆંગણે   સોનાના ભાવમાં ઔંશદીઠ ડિસ્કાઉન્ટ વધી આશરે  ૧૪થી ૧૫ ડોલરનું થયાની ચર્ચા હતી.  આવા ડિસ્કાઉન્ટ ડિસેમ્બરમાં ૪ ડોલર આસપાસ રહ્યા હતા.

  દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૪૩થી ૯૪૪ વાળા વધી ૯૫૩  થઈ ૯૪૯થી ૯૫૦ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૯૪૧થી ૯૪૨ વાળા ઉંચામાં ૯૭૨ થઈ ૯૭૦થી ૯૭૧ ડોલર રહ્યા હતા.

  અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે  ચીન સામે ૧૦ ટકા ટેરીફનો સંકેત આપતાં વિશ્વ વિશ્વ બજારમાં આજે કોપર તથા ક્રૂડતેલના ભાવ ઘટાડા પર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૦ ટકા ઘટયા હતા. આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં સોનાના ભાવ રૂ.૪ હજાર વધ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા.

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ વચ્ચે ઉછાળા ઉભરા જેવા નિવડયા હતા.  બ્રેન્ટ કર્ડના ભાવ બેરલના ૭૮.૯૨ વાળા ૭૮.૮૧ તથા ઉંચામાં ૭૯.૯૦ થઈ ૭૯.૨૭ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવ ૭૫.૦૯૭ વાળા ૭૫.૨૮ થઈ ઉંચામાં ૭૬.૪૫ થઈ ૭૫.૭૮ ડોલર રહ્યા હતા. ચીનની નવી ખરીદી ઘટી હતી.  ટ્રમ્પના ટ્રેડ વોર તથા ટેરીફના સંકેતોની અસર બજાર પર દેખાઈ હતી.

bullion

Google NewsGoogle News