Get The App

સોનામાં નવો વિક્રમ : રૂ. 1,00,000ની સપાટીએ

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
સોનામાં નવો વિક્રમ : રૂ. 1,00,000ની સપાટીએ 1 - image


- ટ્રમ્પની જોહુકમી વચ્ચે વૈશ્વિક સોનું ઉછળી 3400 ડોલરના નવા શિખરે

- ચાંદીમાં પણ સતત આગેકૂચઃ વિશ્વ બજારમાં ડોલર વેંચી સોનું ખરીદવાના વ્યૂહ વચ્ચે ઝડપી લેવાલી

અમદાવાદ,મુંબઈ : યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કરાયા બાદ સેફ હેવન બાઇંગ તરીકે વિશ્વભરના બજારોમાં સોનામાં નવી લેવાલી નિકળતાં વૈશ્વિક સ્તરે સોનું આજે ૩૪૦૦ ડોલરની સપાટીને સ્પર્શી જતાં ભારતીય બજારોમાં પણ સોના-ચાંદીમાં તેજીનો નવો પ્રવાહ  જોવા મળ્યો હતો. જેમાં આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું ઉછળીને રૂ.૯૯૫૦૦ની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. ટેક્સ સાથે ગણતરી કરીએ તો આજે અમદાવાદ સોનું રૂ.૧૦૦,૦૦૦ની  વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે.

વિવિધ પરીબળોના પગલે ચાલુ ૨૦૨૫ના કેલેડર વર્ષમાં અત્યાર સુધીમાં સોનું ૨૫ ટકા જેટલું વધ્યું છે. જેમાં ટેરિફની જાહેરાત બાદ સોનામાં ૬ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં સેફ હેવન બાઇંગ ચાલુ રહેતા વૈશ્વિક ડોલર ત્રણ વર્ષની નીચી સપાટીએ ઉતર્યો છે અને વૈશ્વિક સોનું ઉછળ્યું છે.

આ અહેવાલો પાછળ આજે  અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના રૂ.૯૯૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૫૦૦ના તથા ઉંચા શિખરે પહોંચ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૯૭૦૦૦ રહ્યા હતા. જ્યારે દિલ્હી સોના -ચાંદી બજારમાં આજે સોનું રૂ.૯૯૮૦૦ની નવી સપાટીએ પહોંચી ગયા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા.  તથા જીએસટી સાથેના ભાવ ઉછળી ઉંચામાં રૂ.એક લાખ નજીક પહોંચી ગયા હતા.

 વિશ્વ બજારમાં  સોનાના ભાવ વધુ ઉછળી ઉંચામાં ઔંશના ૩૪૦૦ ડોલરની સપાટી પાર કરી નવો રેકોર્ડ બનાવતા જોવા મળ્યા હતા. વિશ્વ બજાર વધુ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી વધી જતાં દેશના ઝવેરી બજારોમાં  આજે ઐતિહાસિક તેજી આગળ વધી હતી. ઉંચા મથાળે નવી માગ ધીમી રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૨૫થી ૩૩૨૬ વાળા વધુ ઉછળી ઉંચામાં ૩૪૦૦ પાર કરી ૩૪૧૦થી૪ ૩૪૧૧ ડોલર સુધી પહોંચી જતાં નવો ઈતિહાસ સર્જાયો હતો.

વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ તૂટી જતાં તેના ડ્રેડ વોર વધુ વકરતાં તેમ જ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ તતા ફેડરલ રિઝર્વ વચ્ચે તણાંવ વધતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વ ધ્યું હતું. વિવિધ દેશીની સેન્ટ્રલ  બેન્કો ડોલર વેચી સોનું ખરીદી રહ્યાની ચર્ચા પણ વિશ્વ બજારમાં સંભળાઈ રહી હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૨.૫૫થી ૩૨.૫૬ વાળા વધી ૩૩.૦૫ થઈ ૩૩.૦૦થી ૩૩.૦૧ ડોલર રહ્યા હતા. મ ુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ. ૯૫૨૦૦ વાળા રૂ.૯૬૨૮૨ તથા ૯૯૯ના રૂ.૯૫૫૫૦  વાળા રૂ.૯૬૬૭૦ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૫૫૦૦ વાળા રૂ.૯૬૨૪૨ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના જો કે ઘટી નીચામાં ૯૬૮ થઈ ૯૭૧થી ૯૭૨ ડોલર રહ્યા હતા.  જાયારે પેલેડીયમના ભાવ ઘટી ૯૪૮ થઈ ૯૪૯ ડોલર રહ્યા હતા.  જ્યારે પેલેડીયમના ભાવ ઘટી ૯૪૮ થઈ ૯૪૯ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ આજે અઢી થી ત્રણ ટકા તૂટયા હતા. નવી માગ ધીમી હતી.

 બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૬.૦૧  થઈ ૬૬.૩૯  ડોલર રહ્યા હતા.  જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૨.૭૩ થઈ ૬૩.૦૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે આજે ૦.૭૧ ટકા પ્લસમાં રહ્યા હતા.  વિશ્વ બજારમાં  હવે સોનામાં ખેલાડીઓની નજર ૩૫૦૦ ડોલરના ભાવ પર રહી હતી.  દેશમાં અખાત્રીજ નજીક આવી રહી છે ત્યારે સોનાંમાં વિકમ ભાવ ઉછાળો આવતાં મોસમી માગને  અસર પડવાની ભીતિ વચ્ચે  ઝવેરી બજારમાં અજંપો વધ્યાના સંકેતો મળ્યા હતા.

ટૂંક સમયમાં સોનું રૂ. 1,18,000 પહોંચશે

ટ્રમ્પ સરકારની ગતિવિધી જોતા આગામી સમયમાં પણ વૈશ્વિક સ્તરે સોનામાં સેફહેવન રોકાણ તરીકે ખરીદી ચાલુ રહેશે. આ સંજોગોમાં વૈશ્વિક સોનું  ૩૭૦૦ ડોલરને સ્પર્શી શકે છે. વૈશ્વિક બજાર ઊંચકાતા ઘરઆંગણે સૌનું વધીને રૂ. ૧,૧૫,૦૦૦ થી રૂ. ૧,૧૮,૦૦૦ સુધી પહોંચી શકે છે. તેમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.

ફેડ રિઝર્વ પર ટ્રમ્પના હુમલાની અસર  ડાઉ જોન્સમાં 1,068 પોઈન્ટનું ગાબડું

અમદાવાદ : ચીન સાથે વેપાર તણાવ ચાલુ રહેતા ક્રુડના ભાવમાં ઘટાડો થયો ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સતત હુમલાઓથી રોકાણકારોમાં ભય ફેલાતા આજે અમેરિકી શેરબજાર ખાતે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સ ઇન્ડેક્સ૧,૦૦૦ પોઈન્ટ ગબડયો હતો.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડ ચેરમેન જેરોમ પોવેલની ટીકાનું પુનરાવર્તન કરી કહ્યું હતું કે જો વ્યાજ દર તાત્કાલિક ઘટાડવામાં નહીં આવે તો યુએસ અર્થતંત્ર ધીમું પડી શકે છે. આ અહેવાલો પાછળ ડોલર ઇન્ડેક્સ ત્રણ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. સેફ-હેવન સોનાના ભાવ વધુ એક રેકોર્ડ ૩૪૦૦ ડોલરના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા, જયારે બેન્ચમાર્ક યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થયો હતો. આ ઉપરાંત, સ્વિસ ફ્રેંક સામે ડોલર દાયકાના નીચલા સ્તરે રહ્યો હતો, બીજી તરફ ક્રિપ્ટોકરન્સીમાં વધારો થયો હતો.

આ અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજાર ખાતે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં ૧,૦૬૮ પોઈન્ટનું ગાબડું પડતા તે  ૩૮,૦૭૩ ઉતરી આવ્યો હતો. જયારે નાસ્ડેક ૫૦૨ પોઈન્ટ તુટીને ૧૫,૭૮૪ પર ઉતરી આવ્યો હતો.

Tags :